Not Set/ જામીયા, AMU તોફાનો પર CJI નું કડક વલણ : હિંસા બંધ થશે તો જ કરીશું સુનવણી

દેશભરમાં નાગરિકત્વ સુધારા કાયદાનાં આંદોલન અને દિલ્હીનાં જામિયાનગરમાં થયેલી હિંસાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટનાં સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહે જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટી અને એએમયુનો કેસ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ ઉઠાવ્યો. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંગે સુપ્રીમ કોર્ટને આ મુદ્દા પર ધ્યાન દેવાની માંગ કરી. જયસિંહે કહ્યું કે, દેશભરમાં આ પ્રકારનાં […]

Top Stories India

દેશભરમાં નાગરિકત્વ સુધારા કાયદાનાં આંદોલન અને દિલ્હીનાં જામિયાનગરમાં થયેલી હિંસાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટનાં સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહે જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટી અને એએમયુનો કેસ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ ઉઠાવ્યો. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંગે સુપ્રીમ કોર્ટને આ મુદ્દા પર ધ્યાન દેવાની માંગ કરી.

જયસિંહે કહ્યું કે, દેશભરમાં આ પ્રકારનાં ગંભીર રીતે માનવાધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતની સુનાવણી કરતાં સીજેઆઈ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે, ‘અમે અધિકારો નક્કી કરીશું. પહેલા તોફાનો બંધ થવા જોઇએ અને ત્યારબાદ અમે આની નોંધ લઈશું. અમે અધિકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરુદ્ધ નથી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, જાહેર સંપત્તિને નુકસાન થયું છે. તે કોણે કર્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે તેના પર વિચાર કરીશું અને જોઈએ કે શું કરી શકાય છે, પરંતુ આ રીતે જાહેર સંપત્તિને નુકસાન થવાનું બંધ થવું જોઈએ. મંગળવારે કોર્ટે આ મામલે સુનાવણી કરવા સંમતિ આપી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારોને ચેતવણી આપી હતી કે જો જાહેર સંપત્તિને સતત નુકસાન થતું રહ્યું તો કોર્ટ આ કેસની સુનાવણી કરશે નહીં.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ એમ પણ કહ્યું કે, અમે કોઈને આરોપી તરીકે કહી રહ્યા નથી. બસ એટલું જ કહી રહ્યા છીએ કે હિંસા બંધ થવી જોઈએ. અમે એમ પણ નથી કહી રહ્યા કે પોલીસ કે વિદ્યાર્થીઓ નિર્દોષ છે. સીજેઆઈએ કહ્યું કે તમે વિદ્યાર્થી છો, તેથી તમને હિંસા કરવાનો અધિકાર મળતો નથી. જો હિંસા બંધ ન થાય તો તે આ મામલે સુનાવણી નહી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.