Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો, એક્ટિવ કેસ માત્ર 1.16 %

મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,591 નવા કોરોના કેસ સામે આવ્યા છે, જ્યારે 338 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Top Stories India

બીજી લહેરમાં ભારે વિનાશ સર્જ્યા બાદ પણ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ભારતમાં કોરોનાનાં નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય દ્વારા નવીનતમ ડેટા બહાર પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો – કોણ હશે આગામી મુખ્યમંત્રી ? /  કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ

મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,591 નવા કોરોના કેસ સામે આવ્યા છે, જ્યારે 338 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 34,848 લોકો કોરોનામાંથી ઠીક પણ થયા છે. અગાઉ, શનિવારે 33,376 નવા કેસ નોંધાયા હતા, જ્યારે શુક્રવારે 34973 કેસ નોંધાયા હતા. અત્યારે દેશમાં કોરોનાનાં કુલ કેસો 3,32,36,921 રહ્યા છે જેમાંથી એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 3,84,921 છે. કુલ 3,24,09,345 લોકો સંપૂર્ણપણે ટીક થયા છે જ્યારે 4,42,655 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી દેશમાં રસીકરણનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 11 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીનાં 73 કરોડ 82 લાખ 7 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72.86 લાખ રસીઓ આપવામાં આવી હતી. દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ 97.51 ટકા છે. જ્યારે એક્ટિવ કેસ 1.16% છે. કોરોના એક્ટિવ કેસોની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં 7 માં સ્થાને છે.

આ પણ વાંચો – નહી સુધરે / ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી…

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં કેસમાં રોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આજે દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત કોઇ રાજ્યા છે તો તે કેરલા છે. જ્યા એક સમયે એવુ કહેવાતુ હતુ કે આ રાજ્યએ કોરોના પર જીત મેળવી લીધી છે. જ્યારે આજે આ રાજ્યની સ્થિતિ સૌથી ખરાબ જોવા મળી રહી છે.