Not Set/ કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ

રૂપાલા લોકોની પાયાનીજરૂરીયાતોને સમજે છે. અને તેને પુરી કરવાની ઇચ્છાશક્તિ પણ ધરાવે છે.  જ્યાં જ્યાં તેમને એવું લાગે કે અહી કમી છે તે તેઓ તરત જ તે સમસ્યાને નોંધી લે છે.

Top Stories Gujarat Others

વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકેના સંભવિત નામોની યાદીમાં એક નામ પરષોત્તમ રૂપાલાનું પણ છે. કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ…આવો જોઈએ..

  • એક મજબૂત પાટીદાર ચહેરો
  • ભાજપના સૌથી જૂના કદ્દાવર નેતા
  • ખેડૂતોમાં સૌથી વધારે છે લોકપ્રિય
  • વડાપ્રઘાનના જૂના અને જાણીતા

આખા બોલા નેતા તરીકે જાણીતા રૂપાલા પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજનો મોટો ચહેરો છે.  વર્ષ 2016થી તેઓ રાજ્યસભાના સાંસદ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા રૂપાલા આજે કેન્દ્રીય મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પહેલાં ગુજરાતમાં પણ તેઓ કેબિનેટ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. દિલીપ સંઘાણી સાથે મિત્રતા થયા બાદ તેમની રાજકીય સફરની શરૂઆત થઈ. સંઘાણી સાંસદ બન્યા બાદ રૂપાલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા લોકપ્રિય બન્યા. પોતે વ્યવસાયે ખેડૂત હોવાથી ખેડૂતોની ઘણી મુશ્કેલીઓના તેમણે ઉપાય શોધ્યા. ખેડૂતોનો પાક વીમો મંજૂર કરાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

ગામડે ગામડે ફરીને લોકોની સમસ્યાઓને શોધીને તેનું નિરાકરણ લાવવું રૂપાલાની આગવી કુનેહ છે. માત્ર મંત્રી તરીકે જ નહીં પણ પક્ષને મજૂબત કરવામાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે. ગામે ગામે જઇને તેમણે સંગઠનને મજબૂત બનાવ્યુ છે. ૧૯૯૦ના દાયકામાં અમરેલીમાં કોંગ્રેસના દબદબા વખતે રૂપાલાએ અનેક પડકારોનો સામનો કરીને ભાજપનું કમળ ખીલવ્યું હતું.

પરષોત્તમ રૂપાલાની કાર્યપદ્ધતિ અનોખી છે. લોકો માટે કામ કરવાની સ્ટાઇલ પણ બીજા નેતાઓ કરતાં અલગ છે. રૂપાલા લોકોની પાયાનીજરૂરીયાતોને સમજે છે. અને તેને પુરી કરવાની ઇચ્છાશક્તિ પણ ધરાવે છે. જ્યાં જ્યાં તેમને એવું લાગે કે અહી કમી છે તે તેઓ તરત જ તે સમસ્યાને નોંધી લે છે. અને તે પુરી કઇ રીતે કરી શકાય. તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે પરસોત્તમ રૂપાલાની પણ સીએમ તરીકે પસંદગી થઈ શકે છે.

વર્ષ ૨૦૦૫ થી વર્ષ ૨૦૦૬ સુધી ભાજપના મહામંત્રી અને પ્રવક્તા તરીકે કાર્યરત હતા.

વર્ષ ૨૦૦૬ થી વર્ષ ૨૦૧૦ સુધી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

વર્ષ ૨૦૧૦ થી વર્ષ 2016 સુધી રાષ્ટ્રીય ઉપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 

તેમને આન્ધ્રપ્રદેશ માં પણ રાષ્ટ્રીય પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી.

કેમ થઇ શકે પસંદગી? / ભાઉ તરીકે ઓળખાતા સી.આર. પાટીલની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે

કોણ હશે આગામી મુખ્યમંત્રી ? / મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ

BJP / દેશમાં ભાજપે એક જ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા,જાણો વિગતો

વર્ષ 2016નું પુનરાવર્તન થશે ..? / અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાંથી નીતિન પટેલનું પત્તુ કપાઈ ચુક્યું છે, આ વખતે શું થશે ?

રણનીતિ / ગુજરાતમાં ભાજપ આગામી ચૂંટણી જીતવા માટે આ રણનીતિ અપનાવી શકે છે

News / અડધી પીચે રમવા આવેલા વિજય રૂપાણીના રાજીનામાં પાછળના શું છે મુખ્ય કારણો?

પ્રતિક્રિયા / વિજયભાઈનું રાજીનામુ લેવાથી સરકાર પોતાની નિષ્ફળતા નહીં છુપાવી શકે : અમિત ચાવડા

ગુજરાત રાજકીય / ભાજપે બોલાવી ધારાસભ્યની બેઠક બોલાવી, કોણ બનશે ગુજરાતના નવા નાથ ?