કેમ થઇ શકે પસંદગી? / ભાઉ તરીકે ઓળખાતા સી.આર. પાટીલની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે

રાજકીય ચોકઠા ગોઠવવાની કળાની સાથે મની મેનેજમેન્ટમાં પણ પાટીલ માહેર છે. તેથી તેમની ગણના ચૂંટણીના વ્યૂહરચનાકાર તરીકે પણ કરવામાં આવે છે. 

મુખ્યમંત્રી તરીકેની રેસમાં જે સંભવિત નામો સામે આવ્યા છે તેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું પણ આગળ ચાલી રહ્યું છે. નવસારીના સાંસદ અને ભાઉ તરીકે ઓળખાતા સી.આર. પાટીલની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે. શું છે તેના કારણો આવો જોઈએ…

  • દક્ષિણનો ગઢ સાચવવામાં મોટી ભૂમિકા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક
  • સાંસદ તરીકે મેળવ્યા હતા રેકોર્ડમત
  • સંગઠનમાં ધરાવે મજબૂત પકડ

પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા બાદ એકદમ આક્રમક મૂડમાં આવીને સમગ્ર ગુજરાતમાં પક્ષનો પ્રચાર કરનાર સીઆર પાટીલની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે. રાજકીય ચોકઠા ગોઠવવાની કળાની સાથે મની મેનેજમેન્ટમાં પણ પાટીલ માહેર છે. તેથી તેમની ગણના ચૂંટણીના વ્યૂહરચનાકાર તરીકે પણ કરવામાં આવે છે.  પોતાની ઓફિસ માટે આઇએસઓ સર્ટિફિકેટ લેનારા તેઓ દેશના પ્રથમ સાંસદ છે.

આ સિવાય, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન સી.આર. પાટીલ નવસારી બેઠક પરથી ત્રીજી વાર ચૂંટણી લડ્યા અને સમગ્ર દેશમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારાઓમાં ત્રીજા સ્થાને રહ્યા. સાંસદ તરીકે દક્ષિણ ગુજરાતમાં  તેમનો દબદબો પહેલાંથી જ હતો. જો કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો દબદબો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમણે જે કામગીરી કરી તેની દિલ્હી સુધી નોંધ લેવાઈ. તેમના પ્રચાર પ્રસારને કારણે જ ભાજપ આઠે આઠ વિધાનસભા બેઠક જીતી શક્યું હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીનો તાજ પાટીલને પણ પહેરાવવામાં આવી શકે છે.

કોણ હશે આગામી મુખ્યમંત્રી ? / મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ

BJP / દેશમાં ભાજપે એક જ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા,જાણો વિગતો

વર્ષ 2016નું પુનરાવર્તન થશે ..? / અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાંથી નીતિન પટેલનું પત્તુ કપાઈ ચુક્યું છે, આ વખતે શું થશે ?

રણનીતિ / ગુજરાતમાં ભાજપ આગામી ચૂંટણી જીતવા માટે આ રણનીતિ અપનાવી શકે છે

News / અડધી પીચે રમવા આવેલા વિજય રૂપાણીના રાજીનામાં પાછળના શું છે મુખ્ય કારણો?

પ્રતિક્રિયા / વિજયભાઈનું રાજીનામુ લેવાથી સરકાર પોતાની નિષ્ફળતા નહીં છુપાવી શકે : અમિત ચાવડા

ગુજરાત રાજકીય / ભાજપે બોલાવી ધારાસભ્યની બેઠક બોલાવી, કોણ બનશે ગુજરાતના નવા નાથ ?


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment