BJP / દેશમાં ભાજપે એક જ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા,જાણો વિગતો

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદથી પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમના સ્થાને તીરથ સિંહ રાવતને તક આપી હતી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. આ સાથે ભાજપે છેલ્લા છ મહિનામાં વિવિધ રાજ્યોમાં પાંચ મુખ્યમંત્રી બદલી ચુક્યું છે. છેલ્લા એક વર્ષમાં ભાજપ શાસિત રાજ્યોમાં આ પાંચમી એવી ઘટના છે જેણે સૌને ચોંકાવી દીધા છે. આ ઘટનામાં BJPના મુખ્યમંત્રીનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેવામાં એક વર્ષની અંદર CM બદલવાના કેસમાં BJPની આ હેટ્રિક છે. આની પહેલા કર્નાટક અને ઉત્તરાખંડમાં પણ રાજકીય મુદ્દો ગરમાયો હતો.

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદથી પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમના સ્થાને તીરથ સિંહ રાવતને તક આપી હતી. જોકે રાવત પણ મુખ્યમંત્રી પદ પર ટકી શક્યા નહતા અને ગત 4 જુલાઈએ BJPએ તેમના સ્થાને પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી પદ પર નિયુક્ત કર્યા હતા. વળી ઉત્તરાખંડમાં પણ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

કર્ણાટકમાં ગત 26 જુલાઈએ તત્કાલીન મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાને CM પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કર્ણાટકમાં ભાજપની સરકારે 2 વર્ષ પૂર્ણ કર્યા અને યેદિયુરપ્પાને CMની ખુરશી ખાલી કરવી પડી હતી. 2018ની વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં કોંગ્રેસ-JDSની સરકાર બની હતી, પરંતુ આ સરકાર માત્ર એક વર્ષ સુધી જ શાસન કરી શકી હતી અને ત્યારપછી BJPએ બી.એસ.યેદિરુપ્પાની આગેવાનીમાં પોતાની સરકાર રચી હતી. જોકે યેદિરુપ્પા પછી BJPએ રાજ્યનું નેતૃત્વ બસવરાજ બોમ્મઈને સોંપ્યું હતું, અત્યારે તે કર્ણાટકના મુખ્યમંત્રી છે

ભાજપને વર્ષ 2016માં આસામ વિધાનસભા ચૂંટણી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં લડ્યું હતું. તે સમયે તેઓ કેન્દ્રીય મંત્રી હતા. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી બનાવી આસામ મોકલવામાં આવેલા. ભાજપે પ્રથમ વખત આસામમાં પોતાની સરકાર બનાવી હતી. સોનોવાલ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ પણ વર્ષ 2021ની ચૂંટણીમાં પક્ષે સોનોવાલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યાં નહીં.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment