10th Results/ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા જામનગર જિલ્લાનું 82.32 ટકા પરિણામ જાહેર થયું હતું. જામનગર જિલ્લામાં 13,349 વિદ્યાર્થીઓમાંથી 10,988 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Gujarat Others

જામનગરઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા જામનગર જિલ્લાનું 82.32 ટકા પરિણામ જાહેર થયું હતું. જામનગર જિલ્લામાં 13,349 વિદ્યાર્થીઓમાંથી 10,988 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 640 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે 1,998 વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. સૌથી વધુ પરિણામ ધોલ કેન્દ્રનું 90.96 ટકા છે. સૌથી ઓછું પરિણામ સિક્કા કેન્દ્રનું 72.88 ટકા છે. જ્યારે B1 2508 અને B2 ગ્રેડમાં 2634 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ખોલતા હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.

જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે.
(વોટ્સએપ નંબર-6357300971)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર