પાલનપુર/ મોટા ગામે દલિત યુવકના પરિવારે લગ્ન પ્રસંગમાં માથે સાફો બાંધતાં ટીખળખોરોએ કર્યો પથ્થરમારો

પાલનપુર તાલુકાના મોટાગામમાં શેખલિયા પરિવારમાં અતુલ કુમારના લગ્ન હતા. માટે વરરાજાના મોટાભાઇએ આ લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું હતું

Gujarat Others
મોટા ગામે
  • મોટા ગામે દલિત સમાજના વરઘોડા પર પથ્થરમારો
  • માથે સાફો બાંધવાની બાબતે વરઘોડા પર હુમલો
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે પથ્થરમારો
  • મોટા ગામના સરપંચ સહિત 28 લોકો સામે ફરિયાદ
  • પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ

પાલનપુરમાં વરઘોડા પર પથ્થરમારો કરવાની ઘટના બની છે.મોટા ગામે દલિત સમાજના વરઘોડા પર પથ્થરમારો કરાયો છે.જો કે, સાફો બાંધવાની બાબતે વરઘોડા પર હુમલો કરાયો હતો.ઉલ્લેખનીય છે કે, શેખલિયાએ બે દિવસ પહેલા પોલીસ બંદોબસ્ત માંગ્યું હતું.ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેથી પોલીસે મોટા ગામના સરપંચ સહિત 28 લોકો સામે રાયોટિંગ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો : ભુવાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, અંધશ્રદ્ધાની આડમાં કર્યું કૃત્ય

મળતી માહિતી અનુસાર,  પાલનપુર તાલુકાના મોટાગામમાં શેખલિયા પરિવારમાં અતુલ કુમારના લગ્ન હતા. માટે વરરાજાના મોટાભાઇએ આ લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું હતું અને નાના ભાઇના લગ્ન માટે અતુલભાઇએ તમામ તૈયારીઓ કરવાનું શરૂ કર્યુ હતું પરંતુ આ વાતની જાણકારી ગામલોકોને મળતા આ અંગે એક બેઠક મળી હતી. જેમા લગ્ન સાદાઇથી કરવા માટે કહેવામાં આવ્યું હતુ. જોકે બેઠકમાં સુરેશભાઈએ આ પ્રકારના લગ્ન કરવા માટે ગામમાં ભેગા થયેલો લોકો પાસે લેખિતમાં માગતા કોઈએ જવાબો આપ્યો નહીં અને ઉભા થઈ જતા રહ્યા હતા.

જોકે બાદમાં પરિવારના મોટેરાઓના કહેવા અનુસાર અતુલભાઇેએ અંતે ઘોડી લાવવાનું મોકૂફ રાખ્યું હતું અને સોમવારે સવારે મોટા ગામમાં ગામની વચ્ચોવચ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીજે બેન્ડ સાથે વરઘોડો નીકળ્યો હતો. જોકે પરિવારના કેટલાક સભ્યો એ માથે સાફા પહેર્યા હતા. જેને લઇ મોટા ગામના કેટલાક યુવનોને ગમ્યુ નહતું અને આ ટીખળખોર યુવાનોએ જાન પર પથ્થરમારો કર્યો હતો.

આ પણ વાંચો : વાડીએ કામ કરતા બે પિતરાઈ ભાઈનું કરંટ લાગતા મોત, પરિવાર ઘેરા આઘાતમાં

આ પણ વાંચો :દેશમાં હવે સુરત શહેર આ મામલે સૌથી મોખરે,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :ગુજરાતના 33 જિલ્લામાં કોંગ્રેસની ન્યાય પદયાત્રા, કોરોના પીડિત પરિવારોને વળતરની માંગણી

આ પણ વાંચો :  પાણી અને ગટરની સુવિધાની કામગીરી અને જાળવણી ખાનગી હાથોને સોંપવાનું આયોજન