Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે.સિવિલ હોસ્પિટલમાં થયેલા આ ૧૭૨ માં ગુપ્ત અંગદાનની વાત કરીએ તો તારીખ ૬ નવેમ્બર ના રોજ દર્દીને અકસ્માત થતા માથાની ઇજાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોએ તારીખ ૮ નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરેલ. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો તેમજ જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ રેખા સોલંકી નાં પ્રયાસોથી દર્દી ના પરીવારજનો અંગદાન કરવા સંમત થયા હતા.
આ અંગદાન થી સિવિલ હોસ્પિટલને એક લીવર તેમજ બે કીડની નું દાન મળ્યું.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડો રાકેશ જોષી એ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે પાંચ નવેમ્બર ના રોજ યોજાયેલ ૧૬ માં FICCI એવોર્ડ સમારંભ માં ઓર્ગન ડોનેશન મા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને નામાંકીત ક્રિકેટર કપિલ દેવ નાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે સિવિલ હોસ્પિટલ તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ માટે ખુબ ગૌરવ ની વાત છે.આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૫૮ અંગોનું દાન મળેલ છે. જેના દ્વારા ૫૪૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
આ અંગદાન થી દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૧૦ કિડની, લીવર -૧૪૯, ૫૨ હ્રદય, ૩૦ ફેફસા, ૯ સ્વાદુપિંડ, બે નાના આંતરડા, પાંચ સ્કીન અને ૧૧૬ આંખોનું દાન મળ્યું છે
આ પણ વાંચો:ગ્રાહક પેનલમાં સહાયક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરો: હાઈકોર્ટનો સરકારને આદેશ
આ પણ વાંચો:રાજ્ય સરકારની કમાલની કામગીરી ગૃહવિભાગની 27 હજાર ખાલી જગ્યાઓ 19 દિવસમાં થઈ 12 હજાર
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,કોલેજિયમે પાંચ ન્યાયાધીશની કરી ભલામણ
