Gujarat News : અમદાવાદમાં ફુડ ડિલિવરી કંપની સ્વિગીએ ઓનલાઇન દવાની ડિલિવરી શરૂ કરતાં ગુજરાત કેમિસ્ટ એસોસિએશને સ્વિગીની દવાની ડિલિવરી સેવાનો વિરોધ નોંધાવ્યો છે. આપને જણાવીએ કે, કેન્દ્ર સરકારે દવાના ઓનલાઇન વેપાર માટે કોઇ નિયમો ન બનાવ્યા હોવાનો કેમિસ્ટ એસોસિએશનએ દાવો કર્યો છે.સ્વિગી કંપનીએ ફાર્મઇઝી નામની કંપની સાથે ભાગીદારી કરીને દવાની ડિલિવરી સેવા શરૂ કરી છે. ત્યારે ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલ આ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજૂઆત કરશે તેવું પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આ અંગે દિલ્લી અને ચેન્નાઇ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને ઓનલાઈન દવાના વેચાણના કારણે યુવાધન આડામાર્ગે જઇ રહ્યું છે. જશવંત પટેલએ કહ્યું કે, આ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને મળવાનો સમય માગ્યો છે. ગાંધીનગરમાં પણ ઓનલાઇન દવાના વેચાણ સામે રજૂઆતો કરી છે. વધુમાં કહ્યું કે, દવા ડિલિવરીની કેન્દ્ર સરકારે કોઈ કાયદાકીય મંજૂરી આપી નથી, જે ગેરકાયદે ચાલે છે જેને લઈ જાણ પણ કરેલી છે, છેલ્લા ત્રણ વર્ષમાં જેટલી પણ ડુપ્લીકેટ દવાઓ પકડાઈ છે જેમાંથી મોટા ભાગે ઓનલાઈન વેચાણ વાળી દવાઓ છે.
આ પણ વાંચો:ભાવનગરમાં વધુ એક નકલી પોલીસ આવ્યો સામે
આ પણ વાંચો:ભાવનગર હોસ્પિટલ ચોકી સંકુલમાંથી યુવાનની લાશ મળતા ચકચાર
આ પણ વાંચો:ભાવનગરમાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો
