રાજયની વિશ્વ પ્રસિદ્ધ અમુલ ડેરીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ભૂપગઢ ગામની 100 એકર જમીન પસંદ કરી છે. આ માટે તેને જિલ્લા કલેકટરને દરખાસ્ત પણ કરી હતી. ત્યારે અગાઉ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને અમુલ દ્વારા ગઢકા ગામ નજીક 100 એકર જમીન પસંદ કરી છે.
આ પણ વાંચો ;ગુજરાત / રાજયમાં ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે
ગઢકા ગામ આસપાસની જમીનના જંત્રી દર ન હોય તંત્ર દ્વારા કલમ 33 મુજબ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટીને ભાવ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે મુજબ સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર જંત્રી દર નક્કી કરી લીધો છે. આ મામલે તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પણ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તેઓએ જંત્રી દર રૂ.700થી 800 પ્રતિ મિટર નક્કી કર્યા છે. હવે આ જંત્રી દર નક્કી થઈ ગયો છે. જેના આધારે ટૂંક સમયમાં જમીનના ભાવ નક્કી કરવામાં આવશે. અને તંત્ર દ્વારા આ જમીન સંદર્ભે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.
આ પણ વાંચો ;ઉડતા ગુજરાત / સુરત બાદ રોઝી બંદર પાસેથી રૂપિયા 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
મહત્વનુ છે કે કે રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.
