Gir Sanctuary/ ઊના તાલુકામાંથી 15 જેટલા હુમલાખોર દિપડાઓને પાંજરે પુરી સક્કરબાગ ઝૂ ખસેડાયા

ગુજરાતામાં રાની પશુઓનાં હુમલાના કિસ્સામાં દિવસેને દિવસે વધારો જોવામાં આવી રહ્યો છે. ત્યારે ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જંગલી જાનવરો દ્વારા હિંસક હુમલાની

Gujarat Others

ગુજરાતામાં રાની પશુઓનાં હુમલાના કિસ્સામાં દિવસેને દિવસે વધારો જોવામાં આવી રહ્યો છે. ત્યારે ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જંગલી જાનવરો દ્વારા હિંસક હુમલાની સંખ્યાબંધ ધટનાઓ વધી રહી છે. જેમાં ખાસ કરીને દિપડાઓ દ્વારા માનવજાતિ ઉપર હુમલોઓની ફરીયાદો ધારી રેન્જ હેઠળ આવતા જશાધાર રેન્જને મળેલ હતી. જેમાં એ.સી.એફ પરમારના મોનીટીરીંગ અને માર્ગદર્શન તેમજ આર ઓફ ઓ જશાધાર રેન્જના જેજી પંડ્યાની રાત દિવસ મહેનત કરી આ માનવજાતિ ઉપર થતાં દીપડાઓના હુમલાઓને રોકવા એક્શન પ્લાન બનાવવામાં આવેલ છે.

જે જગ્યા વિસ્તારોમાંથી ફરીયાદો આવેલી હોય તેવા વિસ્તારોને ધ્યાને લઇ તાત્કાલીક સ્થળ પર પાંજરા મુકી 15 જેટલા હુમલાખોર દિપડાઓને પાંજરે પુરવામાં આવેલ છે.. અને આ દીપડાઓને સક્કરબાગ ઝું જુનાગઢ ખાતે મોકલી આપેલ છે. જેમાં સર્વજીવન પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઇ બ્લોચ, મહામંત્રી પ્રકાશભાઇ ટાંક, મંત્રી ભરતભાઇ બાંભણીયા, તેમજ  પ્રકાશભાઇ બાંભણીયાએ સાથે રહી ફિલ્ડવર્ક કરી ફોરેસ્ટ ખાતાને મદદરૂપ થઇ આ ઓપરેશન પાર પાડેલ જેનાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાના આંતક બાબતે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…