Accident/ નાના સૈયદ રાજપરા બંદરે દરીયામાં બોટની જળસમાધી, 7 ખલાસીઓનો આવી રીતે થયો આબાદ બચાવ

ઊના તાલુકાના નાના સૈયદ રાજપરા દરીયામાં બોટ જળસમાધી લેતા 7 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આબાદ બચાવની ઘટના રુવાંટા ઉભા કરી તેવી હોવાનું સામે આવી રહ્યુ છે.

Gujarat Others

ઊના તાલુકાના નાના સૈયદ રાજપરા દરીયામાં બોટ જળસમાધી લેતા 7 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આબાદ બચાવની ઘટના રુવાંટા ઉભા કરી તેવી હોવાનું સામે આવી રહ્યુ છે. જો પલવારનું મોડું કે કુદરત અને નસીબે સાથે ન આપ્યો હોત તો એક સાથે 7 જીવન દાવ પર હતા.

વાત જાણે એમ છે કે, બોટમાં ખલાસીઓ રાત્રીના સુતા હતા અચાનક બોટમાં પાણી ધુસી જતાં દરીયાના ઉંડા પાણીમાં બોટ ગરકાવ થવા લાગી. ઊના તાલુકાના દરીયાઇ કાંઠે આવેલ સૈયદ રાજપરા બંદર ગામના મધ દરીયામાં બોટનું મશીન ખરાબ થતાં અને અચાનક દરીયાના પાણી બોટમાં ધુસી જતાં બોટ જળસમાધી લીધી હતી. જ્યારે બોટમાં રહેલા તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો.

સૈદય રાજપરા ગામે રહેતા બાબુભાઇ રામાભાઇ ગોહીલની ગણેશ પ્રસાદ નામની બોટમાં સાત ખલાસીઓ સાથે મધ દરીયામાં દિવસ દરમ્યાન માછીમારી કરવા ગયેલા હતા. અને સૈયદ રાજપરા બંદરથી 15 નોટીકલ માઇલ દૂર માછીમારી કરતા હોય રાત્રીના સમયે તમામ માછીમાર ખલાસીઓ બોટમાં સુતા હતા. એ વખતે બોટનું મશીન અચાનક બંધ પડી ગયેલ હોય અને મધદરીયામાં કરંટ હોવાના કારણે દરીયાના ઉછળતા મોજાના પાણી બોટના અંદર ધુસી જતાં બોટ દરીયાના પાણીમાં ડુબવા લાગી હતી.

માછીમારો પોતાનો જીવ બચાવવા એકાએક દરીયાના પાણીમાં કુદવા લાગ્યા હતા. અને રાડારાડ કરતા નજીકમાં રહેલી અન્ય બોટના માછીમારોને જાણ થતાં તાત્કાલીક તમામ ખલાસીઓનો પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવી લેતા બોટના તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. અને બોટ દરીયામાં જળસમાધી લેતા બોટ માલીકને લાખો રૂપિયાનું ભારે નુકસાન થયેલ હતું. જોકે આ બોટની જળસમાધી લેતા સૈયદ રાજપરા બંદર કાંઠેથી અન્ય બોટો દ્વારા બોટનો કાટમારી કાંઠે લાવવામાં આવ્યો હતો.

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…