રાજકીય/ રાજ્યની નવી સરકારમાં પાટીદારનો દબદબો

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણી પહેલા અનામત માટે આંદોલન થયું હતું. અને પરિણામ સ્વરૂપ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળી શકી હતી. 

Top Stories Gujarat Others Trending

ગુજરાતમાં, ‘નવી’ સરકારના 24 મંત્રીઓએ શપથ લીધા, જેમાં પાટીદાર સમુદાયનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં CM ભૂપેન્દ્ર પટેલ સરકારના 24 મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેનારા પ્રથમ હતા, એવું માનવામાં આવે છે કે તેઓ સરકારમાં બીજા નંબર પર રહેશે. તેમના સિવાય ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને અન્ય ૨૨ મંત્રીઓએ પણ શપથ લીધા છે.

ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીના મંત્રીમંડળમાં  રહેલા કોઈ નેતાને આ મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 10 કેબિનેટ મંત્રીઓ, 9 રાજ્ય મંત્રીઓ અને 5 રાજ્ય મંત્રીઓને સ્વતંત્ર ચાર્જ સાથે શપથ લેવડાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

ગુજરાતમાં ભાજપના નેતૃત્વએ જળમૂળ થી ફેરબદલ કર્યો છે. એક નવી સરકારની રચના કરી છે. આ સૌ પ્રથમવાર હશે જયારે દિગ્ગજ અને પીઢ નેતાઓની મંત્રીમ્નાન્દાલ્માંથી બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રી મંડળમાં જુના જોગી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા  જેવા દિગ્ગજ મંત્રીઓ સહિત રૂપાણીની ટીમના કોઈ ચહેરાનો સમાવેશ થતો નથી. પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ જ મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલની ટીમમાં મોટાભાગે નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. આ સિવાય, પાટીદાર સમાજને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. ભાજપના નેતૃત્વએ પતોદર સમાજ માંથી મોટાભાગના મંત્રીઓની પસંદગી કરી છે.

સૌ પ્રથમ, રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પદ અને ગુપ્તતાના શપથ લેવામાં આવ્યા છે, જેઓ અત્યાર સુધી ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા. શપથ ગ્રહણ સમારંભ પહેલા જ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ હતી કે તેમને મંત્રી બનાવી શકાય છે. નરેશ પટેલ, ઋષિકેશ પટેલ, જીતુ ભાઈ વાઘાણી, કિરીટસિંહ રાણાએ પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા છે.

જાતી આધારિત સમીકરણ

પટેલ – 8
ક્ષત્રિય -2
ઓબીસી -6
SC 2
ST -3
જૈન -1

ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના 24 મંત્રીઓમાંથી જેઓએ શપથ લીધા છે, તેમાંથી અડધા પટેલ અને ઓબીસી સમુદાયના છે. બંને સમુદાયના કુલ મળી ૧૪ મંત્રીઓએ શપથ લીધા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપે એક તરફ પટેલ બંધુઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણી પહેલા અનામત માટે આંદોલન થયું હતું. અને પરિણામ સ્વરૂપ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળી શકી હતી.

ડેમેજ કંટ્રોલનો પ્રયાસ 

છેલ્લા બે દાયકામાં આ સૌથી નીચો આંકડો હતો. એવું માનવામાં આવે છે કે 2017 થી કે તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ નાં સર્જાય માટે ભાજપ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.  ભાજપે મોટા પ્રમાણમાં પટેલ સમુદાયને પ્રતિનિધિત્વ આપ્યું છે. પાટીદાર સમાજ ઉપરાંત ઓબીસી સમાજના 6 મંત્રીઓને પણ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ઓબીસી સમુદાયની સંખ્યા નોંધપાત્ર છે. આવી સ્થિતિમાં ભાજપે બંને મોટી વોટ બેન્કોને કેબિનેટમાં સ્થાન આપીને ચેનલાઈઝ કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય પાર્ટીએ આદિવાસી સમુદાયમાં પોતાની પકડ મજબૂત કરવાના સંકેત પણ આપ્યા છે. આદિવાસી સમુદાયના ૩ મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જૂના મંત્રીઓને સંગઠનમાં સ્થાન મળી શકે છે
આ સિવાય દલિત સમાજના ૨ નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજપૂત સમુદાયના બે નેતાઓએ મંત્રી પદ મેળવ્યા છે. આ સિવાય જૈન સમુદાયમાંથી એક મંત્રી પણ ચૂંટાયા છે. તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીની ટીમનો કોઈ નેતા નવી મંત્રી પરિષદમાં સામેલ નથી. નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા દિગ્ગજ લોકોને મંત્રી પદ ન મળવા પર લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, પરંતુ આ સત્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નેતાઓને સંગઠનમાં ક્યાંક સ્થાન આપવામાં આવશે. નિષ્ણાતોના મતે, ભાજપના નેતૃત્વએ સત્તા વિરોધી લહેરને કાપવા માટે આવું પગલું ભર્યું છે જેથી જનતા વચ્ચે જવું સરળ બને.

નિવેદન / શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ નારાજ ધારાસભ્યો માટે છે ?આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી