Gujarat Government/ રાજ્ય સરકારની કમાલની કામગીરી ગૃહવિભાગની 27 હજાર ખાલી જગ્યાઓ 19 દિવસમાં થઈ 12 હજાર

રાજ્ય સરકારે 19 દિવસમાં કમાલની કામગીરી કરી. પોલીસતંત્રમાં ખાલીજગ્યાઓને લઈને સુઓ મોટો પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં રજુ કરવામા આવેલ સોંગદનામાંને લઈને ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

Top Stories Gujarat
Beginners guide to 72 1 રાજ્ય સરકારની કમાલની કામગીરી ગૃહવિભાગની 27 હજાર ખાલી જગ્યાઓ 19 દિવસમાં થઈ 12 હજાર

ગુજરાત : રાજ્ય સરકારે 19 દિવસમાં કમાલની કામગીરી કરી. પોલીસતંત્રમાં ખાલીજગ્યાઓને લઈને સુઓ મોટો પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં રજુ કરવામા આવેલ સોંગદનામાંને લઈને ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સરકારના સત્તાવાળાઓની ટકોર કરતા કહ્યું કે રજુ કરવામાં આવેલ સોંગદનામાંમાં સંબંધિત રૂલ્સ સહિતની બાબતમાં કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. એક સમયે ચીફ જસ્ટિસે સોગંદનામાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર મામલે નવેસરથી સોગંદનામું રજૂ કરવા રાજય સરકારને હુકમ કરી કેસની વધુ સુનાવણી આગામી મહિનામાં રાખી હતી.

વાસ્તવમાં કોમી તોફનો દરમ્યાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓ મોટો પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રમાં ખાલી પડેલ 12 હજાર જગ્યાઓને લઈને સોગંદનામું રજૂ કરાયું હતું. જેમાં સરકારી વકીલે જણાવ્યું કે હાલમાં પોલીસ વિભાગના વિવિધ કેડરમાં 12,000 જગ્યાઓ ખાલી છે. આ સોગંદનામાને લઈને જરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે આ મુદ્દે 2 માર્ચના રોજ રજૂ કરાયેલ રાજ્ય સરકારની એફિડેવિટમાં વિગતોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે કે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ વિગતોમાં અસંગતતા જોવા મળે છે. કારણ કે એક એફિડેવિટમાં નિયમિત પોલીસમાં નિરીક્ષકો અને સબ ઇન્સ્પેક્ટર અને આવા કર્મચારીઓની લગભગ 23,000 જગ્યાઓ અને લગભગ 4,000 તકનીકી જગ્યાઓ ખાલી હોવાનું જણાવવામાં આવે છે અને અન્ય એફિડેવિટમાં 12,000 જગ્યાઓ ખાલી હોવાનું જણાવો છો.

દરમ્યાન હવે સરકાર દ્વારા ફરી સોગંદનામું રજૂ કરી એવી વાત કરાઇ હતી કે, સરકારે આ 12 હજાર જગ્યાઓની ભરતી કરવા માટે નવુ રિકરુટમેન્ટ બોર્ડ બનાવ્યું છે અને તે માટે નવા રૂલ્સ પણ બનાવ્યા છે. સરકારે આ ભરતી માટે જાહેરાત પણ આપી દીધી છે. જો કે, હાઇકોર્ટે સરકારપક્ષના સોગંદનામાં પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને વેધક પૃચ્છા કરતાં જણાવ્યું હતું કે, તમે રૂલ્સ બનાવ્યા છે, તો રૂલ્સ તો જોડયા નથી. વળી, તમે ટેકનીકલ સ્ટાફ્ની ભરતી કેમ નથી કરતા? કારણ કે, તે જગ્યાઓ પણ ઘણી ખાલી છે તે બાબતની કોઇ સ્પષ્ટતા નથી. હાઇકોર્ટની પૃચ્છાઓનો સરકાર પાસે સંતોષજનક જવાબ ન હતો.

ચીફ જસ્ટીસની ખંડપીઠે સરકારી સત્તાવાળાઓની ઝાટકણી કાઢતાં કહ્યું કે  તમારી એફ્ડિેવિટ મુજબ, તમારી પાસે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફ્સિર નથી, ટેકનિશિયન ઓપરેટર્સ નથી, તમે ફેર્સ કેવી રીતે ચલાવશો? તમામરી હાલની ભરતીની વર્તમાન સ્થિતિ શું છે? સુપ્રીમ કોર્ટે 2019માં દેશના તમામ રાજ્યોને કોમી તોફાનો વખતે જાહેર મિલ્કતોને નુકસાન થતુ અટકાવવા, રેલી, સભા સરઘસ દરમ્યાન પોલીસને દિશા-નિર્દેશ, પોલીસ રિડ્રેસલ ફોરમની રચના, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી તેમજ પોલીસને તાલીમ સહિતના વિવિધ મુદ્દાઓ પર નિર્દેશો જારી કર્યા હતા. આ નિર્દેશોને પગલે ગુજરાત હાઇકોર્ટે આ મામલે સુઓમોટો પીઆઇએલ દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે રજૂ કરેલ સોગંદનામામાં અસ્પષ્ટતાઓ જોવા મળતા ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારી સત્તાવાળાઓની ઝાટકણી કાઢતા એફ્ડિેવીટ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા તેમને બે સપ્તાહમાં નવેસરથી વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…