જાહેરાત/ રાજ્ય સરકાર તરફથી રક્ષાબંધન પર્વે ઇન સર્વિસ ડોક્ટરો અને અધ્યાપકોને નોન પ્રેકટીસ એલાઉન્સની ભેટ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મોટી જાહેરાત સાતમાં પંગારપંચ મુજબ ઇન સર્વિસ ડોક્ટરોને નોન પ્રેકટિસ એલાઉન્સ આપવાની જાહેરાત કરી

Top Stories
nitin રાજ્ય સરકાર તરફથી રક્ષાબંધન પર્વે ઇન સર્વિસ ડોક્ટરો અને અધ્યાપકોને નોન પ્રેકટીસ એલાઉન્સની ભેટ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રક્ષાબંધન પર્વે મોટી જાહેરાત કરી છે જેનાથી ડોકટરોમાં આનંદ અને હર્ષ ઉલ્લસની લાગણી પ્રસરી ગઇ છે .રાજયના ઇન સર્વિસ ડોકટરોને નોન પ્રેકટીસ એલાઉન્સ આપવાની મોટી જાહેરાત કરી છે  આ નિર્ણયને ડોકટરોએ આવકાર્યો છે,

રાજ્યમાં ડોક્ટરોને લાભ થાય તેવી જહેરાત આજે રક્ષાબંધનના પર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે્ કરી છે ,સાતમાં પંગારપંચ મુજબ ઇન સર્વિસ ડોક્ટરોને નોન પ્રેકટિસ એલાઉન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને જીએમઇઆરએસના અધ્યાપકોને્ પણ લાભ આપવામાં આવશે. ડોકટરોની ઘણા લાંબા સમયથી આ માંગ હતી તે આજે નાયબ મુખ્યમંત્રીએ પરિપૂર્ણ કરી છે,આજના પવિત્ર દિવેસ ભેટ આપીને ડોક્ટરોને પોત્સાહિત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડોકટરોએ કોરોના મામલે રાજયમાં સારી કામગીરી  કરી હતી અને હાલમાં ડોકટરોના પ્રશ્નોને લઇને પણ આંદોલન થયા હતા પરતું સરકારે હકારાત્મક વલણ અપનાવ્યો છે. આજે સાતમાં પગાર પંચ મુજબ નોન પ્રેકટીસ એલાઉન્સની જાહેરાત કરી છે.