Announcement/ ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત,શહીદ જવાનના પરિવારને એક કરોડ આપવામાં આવશે, 14માંથી 5 માંગ સ્વીકારી

ગુજરાત સરકારે શહીદ સૈનિકોના પરિજનોને આપવામાં આવતી નાણાકીય સહાયમાં એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે, સાથે જ વીરતા ચંદ્રક વિજેતાઓને રોકડ પુરસ્કારોમાં મોટો વધારો કર્યો છે

Top Stories Gujarat
10 27 ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત,શહીદ જવાનના પરિવારને એક કરોડ આપવામાં આવશે, 14માંથી 5 માંગ સ્વીકારી
  • ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોની માંગણીનો મામલો
  • પૂર્વ સૈનિકો માગણીઓનો સરકારે કર્યો ઠરાવ
  • શહીદ જવાનના પરિવારને સરકાર આપશે સહાય
  • શહીદ જવાનના પરિવારને 1 કરોડ રુપિયાની સહાય

રાજયના પૂર્વ સૈનિકો પોતાની માંગણીઓ લઈને ગાંધીનગરમાં છે. ત્યારે તેઓની 14માંથી હજુ પણ ઘણી બધી માંગણીઓ સ્વીકારવામાં ન આવતા તેઓએ રાતવાસો કરવાનો નક્કી કર્યો. પૂર્વ સૈનિકો સચિવાલય ગેટ નંબર એકની સામે રાતવાસો કર્યો છે. તેઓના મતે તમામ માંગણીઓ નહી માંગવામાં આવે ત્યાં સુધી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે.સરકારે ઠરાવ કરીને શહીદ જવાનના પરિવારને એક કરોડ આપવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે શહીદ સૈનિકોના પરિજનોને આપવામાં આવતી નાણાકીય સહાયમાં એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે, સાથે જ વીરતા ચંદ્રક વિજેતાઓને રોકડ પુરસ્કારોમાં મોટો વધારો કર્યો છે. ગુજરાત સરકારે કોઈપણ સંજોગોમાં સેવામાં મૃત્યુ પામેલા સંરક્ષણ અથવા અર્ધલશ્કરી દળના જવાનોના પરિવારોને 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સરકારે 2016ના પ્રસ્તાવમાં ફેરફાર કર્યો હતો, જે મુજબ માત્ર સંરક્ષણ,અર્ધલશ્કરી દળના જવાનોના પરિવારોને 1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરમવીર ચક્ર વિજેતા માટેનો રોકડ પુરસ્કાર, સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર, 22,500 રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે અશોક ચક્ર પુરસ્કાર મેળવનારને 20,000 રૂપિયા મળશે. 20,000 રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયા મળશે જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે સેવા દરમિયાન કોઈ પણ સંજોગોમાં મૃત્યુ પામેલા સૈનિકની પત્ની અથવા પરિવારને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ હાલના એક લાખ રૂપિયાથી વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે.

રાજ્ય સરકારે 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની 5 માંગણીઓ સ્વીકાર્ય રાખી છે. ઉલ્લેખનીય છે કે, માજી સૈનિકો છેલ્લા ઘણાં સમયથી પડતર માંગણીઓ મામલે રજૂઆત કરી રહ્યા હતા. આખરે આજે માજી સૈનિકો અને તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર ગાંધી નગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કર્યા હતા ત્યાર બાદ રાજ્ય સરકારે તેમની 5 માંગણીઓ માન્ય રાખી છે. મોટી સંખ્યામાં માજી સૈનિકો આજે હાથમાં તિરંગા સાથે ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા.