Political/ મહાશિવરાત્રીના દિવસે નંદીગ્રામથી મમતા દીદી ફૂંકશે ચૂંટણીનું બ્યુગલ

પશ્ચિમ બંગાળના આ જબરજસ્ત રસપ્રદ મુકાબલામાં ૧૧ માર્ચે મમતા બેનર્જી નંદિગ્રામથી ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.

Top Stories India Trending
sardarnagar 22 મહાશિવરાત્રીના દિવસે નંદીગ્રામથી મમતા દીદી ફૂંકશે ચૂંટણીનું બ્યુગલ

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

પશ્ચિમ બંગાળના આ જબરજસ્ત રસપ્રદ મુકાબલામાં ૧૧ માર્ચે મમતા બેનર્જી નંદિગ્રામથી ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. તેની તમામ તૈયારી થઇ ગઇ છે. પણ ઉમેદવારી પત્ર ભરવા માટે શિવરાત્રીની પસંદગી કરીને દીદી હિન્દુ વોટબેંકને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહયા છે. ભાજપ દીદીના ગઢમાં ગાબડું પાડવા માટે આતુર છે પણ દીદીની રાજકીય ચાલ પણ કંઇ કમ નથી.  ભાજપ અને ટીએમસીની આ ટક્કરમાં પરિણામો રસપ્રદ બનશે તે વાત નકકી છે.

Latest TMC vs BJP clash injures seven in Midnapore; police vehicle vandalised

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિંદુત્વને લઇને જોરદાર લડાઇ જોવા મળી રહી છે. એક તરફ જ્યાં જયશ્રીરામના નારાને લઇને વિવાદ થયો છે. તો બીજી તરફ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સોફટ હિન્દુત્વની રણનીતી અપવાની રહી છે. માનવામાં આવી રહયુ છે કે આજ કારણ છે કે તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે ૧૧ માર્ચના દિવસ પસંદ કર્યો છે. જે દિવસે મહાશિવરાત્રી છે.

Breakup kar liya! After 21 years of split, Mamata Banerjee drops off 'Congress' from TMC's official logo - NewsBharati

જયશ્રીરામ હોય કે પણ પછી જય સીયા રામ આ નારાઓના મામલે  તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જંગ છેડાયો છે. ભાજપ જ્યાં મમતા બેનરજી અને ટીએમસીને રામદ્રોહી સાબિત કરવામાં લાગ્યુ છે. તો ટીઅમેસી તેને માત્ર ચૂંટણીસ્ટંટ ગણાવી રહયુ છે.  પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી ૧૧ માર્ચે નંદિગ્રામથી ચૂંટણીનું બ્યુગલ ફૂકશે. અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. નંદીગ્રામમાં અસ્થાઇ આવાસ અને ચૂંટણી કાર્યાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Projecting Mamata as Bengal's pride, TMC launches 2021 election campaign | Business Standard News

ઉમેદવારી પત્ર ભરવા માટે શિવરાત્રીને ખાસ કારણથી પસંદ કરવામાં આવી છે. ચર્ચા છે કે મમતા બેનર્જી શિવરાત્રીના દિવસે ઉમેદવારી પત્ર ભરીને સંદેશ આપવા માંગે છે કે તેઓ શિવભક્ત છે. અને પાવન હિન્દુ તહેવારને જીવનના સૌથી મોટા કામ માટે પસંદ કર્યો છે. કારણ કે હિંદુઓમાં કોઇ પણ મોટું કામ પાવન દિવસોમાં શરૂ કરવામાં આવે છે. માનવામાં આવી રહયુ છે કે મહાશિવરાત્રી પર ચૂંટણી શંખનાદ કરીને મમતા બેનર્જીનો વિચાર છે કે ભારજપના જયશ્રીરામના નારા સામે શિવનું નામ ઉભુ કરવામાં આવે, તો બીજી તરફ મમતા બેનર્જીની ચૂંટણીપ્રચારની રણનીતી પણ તૈયાર કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહયુ છે કે વિરોધીઓને ધૂળ ચટાવવા માટે મમતા બેનર્જી ચૂંટણીનો પ્રચારમાં બંગાળમાં પગપાળા કરશે. એક દિવસમાં એક કિલોમીટર તેઓ ચાલશે.

West Bengal Assembly Elections | First contest against Abhishek, then me: CM Mamata challenges Amit Shah | Deccan Herald

 

બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય ગરમી જબરજસ્ત વધી રહી છે. આ ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત રસાકસી જોવા મળી રહી છે. આ બંને પક્ષો પોતાપોતાની નજરથી ચૂંટણીને જોઇ રહયા છે. તૃણમુલ કોંગ્રેસનો વિશ્વાસ એટલા માટે મજબૂત છે. કારણ કે ૨૦૧૧ અને ૨૦૧૬માં પાછલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ખાસ કરીને ૨૦૧૬માં તેને ૨૧૧ બેઠકો બંગાળમાં મળી હતી. અને ભાજપને માત્ર ૩ બેઠકો મળી હતી. પણ ત્યારપછી હાલત ઘણી બદલાઇ ગઇ છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૪૨માંથી ૧૮ લોકસભાની બેઠકો પર જીત મળી છે. અને વોટશેર પર ચાલીસ ટકાથી વધારે રહયો છે.

West Bengal govt moves appeal on BJP's 'Rath Yatra' programme

ભાજપને આશા છે કે પાછલા કેટલાક મહિનાથી જે રીતે પશ્ચિમ બંગાળની રાજનીતીમાં તેમના સ્થાનિક નેતાઓએ તીખા હિંન્દુત્વને આગળ વધાર્યુ છે. ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહીત ટોપ નેતાઓએ મુલાકાત કરી તેનાથી ભાજપને જબરજસ્ત ફાયદો થતો જોવા મળી રહયો છે. તો બીજી તરફ ટીએમસીની આશાઓ મમતા બેનર્જીની છબી સાથે બંધાયેલી છે. જો કે હાલમાં પરિણામ કોઇ પણ હોય ચુંટણીપ્રચાર જે લેવલ પર ચાલી રહયો છે. તેનાથી સ્પષ્ટ છે કે જનતાનું જબરજસ્ત ધ્રુવીકરણ થશે. ભાજપના મુદ્દા દુર્ગા પૂજા, સરસ્વતી પૂજા, અને જયશ્રીરામની આસપાસ  ફરી રહયા છે. તો મમતા બેનર્જી તેમના કઠોર સેક્યુલર છબીમાં નરમી લાવી છે. એવું એટલા માટે કારણ કે ભાજપ હિંદુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરે તો ટીઅમેસી પણ થોડો ઘણો ચાન્સ મળી રહે.

Amit Shah Letter Mamata Banerjee TMC Asks Centre To Apologize West Bengal Migrant Issue

તેમ છતાં ટીએમસીને એ વાત પર વિશ્વાસ છે કે જો રાજયના ૩૦ ટકા અલ્પસંખ્યક મતદારો એકજૂથ જઇ જાય તો ભાજપના પડકારનો જબરજસ્ત રીતે મુકાબલો કરી શકાય. અને એટલા માટે ભાજપને ધ્રુવીકરણનો કોઇ ફાયદો નહી મળી શકે. જે તેને ઉત્તરપ્રદેશમાં મળ્યો હતો. તે ઉપરાંત જો ધ્રુવીકરણ થયુ તો પણ તેનો ફાયદો ટીએમસીને જ મળશે. તે ઉપરાંત ટીઅમેસીના સુત્રો એક બીજી વાત તરફ પણ ઇશારો કરે છે કે ભાજપનો આત્મવિશ્વાસ બંગાળના જંગલમહેલ અને કૂચબિહાર વિસ્તારના લીધે છે. લોકસભાની ચૂંટણીમાં આજ વિસ્તારો ભાજપ માટે ગઢ બનીને સામે આવ્યા  હતા. પણ પશ્ચિમબંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકોમાં લગભગ ૨૦૦ બેઠકો નવ જીલ્લામાંથી આવે છે. જયાં ભાજપની તાકાત એટલી નથી.

Modi 2.0 first anniversary: BJP to hold 750 virtual rallies, conferences; distribute masks, sanitizers | India News | Zee News

આ જીલ્લાઓમાં સાઉથ પરગણા  મુશિદાબાદ, હૂગલી, માલદા, હાવડા, પુર્વ મેદિનીપુર, પશ્ચિમી મેદિનીપુર, બર્દવાન અને નાદિયા છે. જયાં ગત વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ  કોંગ્રેસને ૧પ૦થી વધારે બેઠકો મળી હતી. જો કે જે રીતે મોટી સંખ્યામાં ટીએમસીના મુખ્ય સદસ્યોએ ભાજપમાં આગમન કર્યુ છે. તેને જોઇને ભાજપમાં ઘણો ઉત્સાહ છે. આ લોકોમાં મુકુલ રોયથી લઇને સુવેંદુ અધિકારી સામેલ છે.

know everything about pirzada abbas siddiqui who met owaisi before west bengal election कौन हैं पीरजादा अब्बास सिद्दीकी? ममता को सत्ता की कुर्सी दिलाने के बाद अब देंगे ओवैसी का ...

બંગાળમાં ભાજપ અને ટીએમસીની સાથે ત્રીજો ફ્રંટ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પણ સવાલ હજુ પણ થઇ રહયો છે કે ઇન્ડિયન સેક્યુલર ફ્રેટની સાથે કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધન ભાજપ અને તૃણમુલ કોંગ્રેસની વોટબેંકમાં કેટલું ગાબડુ પાડશે ? અને તેમ પણ ઇન્ડિયન સેક્યુલર ફ્રંટના નેતા અબ્બાસ સિદ્દિકી બેઠકોની ભાગબટાઇમાં કોંગ્રેસ અને લેફ્ટથી ખાસ ખુશ નથી જણાતા નથી જોવાતા અને તેઓ ઓવેસીને સાથે હાથ મિલાવી શકે છે.

અટકળો પોતાની જગ્યાએ છે પણ આઠ ફેજવાળી આ ચૂંટણીના પરિણામોમાં શું નિકળે છે તે જોવાનું અત્યંત રસપ્રદ રહેશે. બંગાળ રાજકારણના જાણકારો કહે છે કે ભાજપ ભલે બંગાળની ચૂંટણીમાં મિડીયામાં છવાઇ જાય પણ તેને પશ્ચિમ બંગાળમાં બે અંકોમાં બેઠકો મેળવવા ભારે મહેનત તો કરવી જ પડશે.