Not Set/ કુંજ પક્ષીનો શિકાર કરતા એક શખ્સનુ શોક લાગતા મોત, શિકારી ટોળકી પાસેથી 50 જેટલી મૃત કુંજ પક્ષી મળ્યા

દ્વારકા, દેવભૂમિ દ્વારકાના મેઢાક્રીક ડેમમાથી કુંજ પક્ષીનો શિકાર કરતી શીકારી ટોળકી ઝડપાઇ. ગ્રામજનોએ વોચ ગોઠવી શિકારી ટોળકીનો પીછો કરતા ભાગવાની ફિરાકમાં શિકારી ગેંગના એક શખ્સનુ શોક લાગતા મોત નીપજ્યુ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. શિકારી ટોળકી પાસેથી 50 જેટલી મૃત કુંજ પક્ષી કબજે કરી કલ્યાળપુર વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મેઢાંક્રીક […]

Top Stories Gujarat Others
mantavya 233 કુંજ પક્ષીનો શિકાર કરતા એક શખ્સનુ શોક લાગતા મોત, શિકારી ટોળકી પાસેથી 50 જેટલી મૃત કુંજ પક્ષી મળ્યા

દ્વારકા,

દેવભૂમિ દ્વારકાના મેઢાક્રીક ડેમમાથી કુંજ પક્ષીનો શિકાર કરતી શીકારી ટોળકી ઝડપાઇ. ગ્રામજનોએ વોચ ગોઠવી શિકારી ટોળકીનો પીછો કરતા ભાગવાની ફિરાકમાં શિકારી ગેંગના એક શખ્સનુ શોક લાગતા મોત નીપજ્યુ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. શિકારી ટોળકી પાસેથી 50 જેટલી મૃત કુંજ પક્ષી કબજે કરી કલ્યાળપુર વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મેઢાંક્રીક ડેમ ખાતે વિદેશ પક્ષી કુંજનો શિકાર કરતા ટોળકી સક્રિય થઈ હતી. આ માટે ગામના લોકોએ શિકાર કરતા ટોળકીને પકડવા માટે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શિકાર કરતી ટોળકીના બે લોકો નજરે પડ્યા હતા. બંને લોકોનો ગામ લોકોએ પીછો કર્યો હતો.

પીછો કરતી વખતે શિકારી ટોળકીના એક શખ્સને વીજળીનો શોક લાગતા મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. બીજી તરફ આ ટોળકી પાસેથી 40 જેટલી મૃત કુંજ પક્ષી કબજે લેવામાં આવ્યા છે.

આ અંગે ગામના લોકોએ વનવિભાગને જાણ કરવામાં આવતા કલ્યાણપુર વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે કુંજ પક્ષીના શિકારના બનાવ સમાયંતરે મીડિયામાં ચમકતા રહે છે.

કુંજ એ સમુહમાં રહેતું પક્ષી છે. સવાર અને સાંજને સમયે તમે તેને આકાશમાં લાઇનબદ્ધ રીતે ઉડતા જોયા હતા. સામાન્ય રીતે તે V આકાર બનાવીને આકાશમાં ઉડે છે.