Politics/ પેટ્રોલ-ડીઝલ પર લૂટ હતી, હવે ચૂંટણી પૂર્ણ થતા જ મધ્યમવર્ગની બચત પર વ્યાજ ઓછુ કરીને કરાશે લૂટ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારનાં નાના બચત પરનાં વ્યાજ દર ઘટાડવાનાં નિર્ણયને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

Top Stories India
Untitled 1 22 પેટ્રોલ-ડીઝલ પર લૂટ હતી, હવે ચૂંટણી પૂર્ણ થતા જ મધ્યમવર્ગની બચત પર વ્યાજ ઓછુ કરીને કરાશે લૂટ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારનાં નાના બચત પરનાં વ્યાજ દર ઘટાડવાનાં નિર્ણયને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એકવાર ચૂંટણી પૂરી થયા બાદ ફરીથી વ્યાજ ઘટાડીને મધ્યમ વર્ગનાં હિતો લૂંટવામાં આવશે. આ અગાઉ રાહુલ ગાંધીએ ડીઝલ અને પેટ્રોલનાં ભાવને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સીતારામણ પર નિશાન સાધ્યું હતું.

IPL થશે તો ખરાને! / ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા સંકટનાં વાદળ, હવે આ ખેલાડીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુરુવારે રાહુલ ગાંધીએ લખ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ પર પહેલેથી લૂંટ થઈ રહી હતી, ચૂંટણી પૂરી થતાં જ મધ્યમ વર્ગની બચત પર ફરીથી વ્યાજ ઘટાડીને લૂંટ કરવામાં આવશે. જુમલાની જૂઠની, આ સરકાર જનતા પાસેથી લૂંટની! વળી કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ પર સરકાર દ્વારા જાહેર કરેલા નાના બચત પરનાં નવા વ્યાજ દરને 24 કલાકની અંદર પાછો ખેંચવા અંગે કટાક્ષ કર્યો હતો, અને કહ્યુ કે, શું આ ખરેખર ભૂલ હતી કે ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યુ છે?

કોરોના વોરિયર્સ પર સંકટ / રોહતકમાં 22 ડોક્ટરો કોરોના પોઝિટિવ, 14 ડોક્ટરોએ લીધી હતી વેક્સિન

પ્રિયંકા ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, “ખરેખર સીતારામણ, ભારત સરકારની યોજનાઓ પરનાં વ્યાજ દરમાં ઘટાડો કરવા માટેનો આદેશ જારી કરવા પાછળ ચૂક હતી કે તેને ચૂંટણીને ધ્યાનમાં રાખી પરત લેવામાં આવ્યુ છે? પ્રિયંકાની આ ટિપ્પણી ગુરુવારે સીતારામણનાં આ કહ્યા પછી આવી, ભારત સરકારની નાની બચત યોજનાઓનાં વ્યાજ દર તે જ રહેશે, જે 2020-2021 નાં ​​છેલ્લા ક્વાર્ટરમાં હતી, જે માર્ચ 2021 નાં ​​દર હતા. ભૂલથી જારી કરાયેલા ઓર્ડર પરત ખેંચવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ