Not Set/ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને હાઇકોર્ટમાં વાંધા અરજી …

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી  છે. અરજદારે રજુઆત કરી છે કે અમદાવાદ એ અમદાવાદીઓની કલ્ચરલ હેરિટેજ છે. વારંવાર નામ બદલવાના પ્રયત્નને લઇને પણ અરજીમાં વાંધો ઊઠાવાયો છે, તેમજ નામ બદલવા પાછળનો કોઇ હિસ્ટોરીકલ બેઝ પણ નથી. સાથે જ અરજદારે એવી પણ રજુઆત કરી છે કે તેમનું પરિવાર અહીયા […]

Top Stories Ahmedabad Gujarat
623165 gujarat high court અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને હાઇકોર્ટમાં વાંધા અરજી ...

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી  છે. અરજદારે રજુઆત કરી છે કે અમદાવાદ એ અમદાવાદીઓની કલ્ચરલ હેરિટેજ છે. વારંવાર નામ બદલવાના પ્રયત્નને લઇને પણ અરજીમાં વાંધો ઊઠાવાયો છે, તેમજ નામ બદલવા પાછળનો કોઇ હિસ્ટોરીકલ બેઝ પણ નથી. સાથે જ અરજદારે એવી પણ રજુઆત કરી છે કે તેમનું પરિવાર અહીયા 130 વર્ષથી રહે છે, અને તેમને ગર્વ છે કે તેઓ અમદાવાદી તરીકે ઓળખાય છે.

જેથી એક એવુ કાયમી નિવારણ આવે કે ભલે સરકારો બદલાય અને પોત પોતાનાં રાજકિય આશયથી નામ બદલવાનો પ્રયાસ કરે તે ન થાય અને અમદાવાદની ઓળખ બની રહે. સાથે જ શહેરોના નામ બદલવાની આ પ્રક્રિયાને લઇને એક પ્રક્રિયા બને જેનાથી કોઇ પણ રાજકિય પાર્ટી પોતાની વોટબેંક પોલિટીક્સને લઇને નામ બદલવાનો પ્રયાસ કરી શકે નહીં.

હાઇકોર્ટે આ મામલે અરજદારને સવાલ પુછ્યો છેે કે આ મામલે કોઇ અરજી કે પણ પ્રકારની પ્રક્રિયા થઇ હોય તો કોર્ટ આમાં કાર્યવાહી કરી શકે. ત્યારે એ પ્રકારનાં કોઇ દસ્તાવેજો હોય તો એ કોર્ટ સમક્ષ રજુ કરો, ફક્ત કોઇ નેતાઓએ આ મામલે નિવેદનો આપ્યા હોય તો તે મામલે કોર્ટ કાર્યવાહી કરી શકે નહિં.. આ મામલે હવે કોર્ટે માંગેલા દસ્તાવેજો લઇને કોર્ટમાં અરજદારે રજુ કરવાનાં રહેશે, અને આ મામલે હવે કોર્ટમાં 2 અઠવાડીયા બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.