National/ નેપાળના વડાપ્રધાન દેઉબા આવતા મહિને ભારત આવશે, PM મોદી સાથે કરશે મુલાકાત

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા 1 એપ્રિલના રોજ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવશે. સૂત્રોએ શનિવારે કહ્યું કે તેમની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે.

Top Stories India
Untitled 35 10 નેપાળના વડાપ્રધાન દેઉબા આવતા મહિને ભારત આવશે, PM મોદી સાથે કરશે મુલાકાત

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા 1 એપ્રિલના રોજ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવશે. સૂત્રોએ શનિવારે કહ્યું કે તેમની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે. તેઓ 2 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. દિલ્હીમાં સત્તાવાર બેઠકો ઉપરાંત નેપાળી પીએમ વારાણસીની પણ મુલાકાત લેશે.

જુલાઈ 2021માં નેપાળના વડાપ્રધાન બન્યા બાદ શેર બહાદુર દેઉબા ની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ પહેલા તેઓ ચાર વખત નેપાળના વડાપ્રધાન હતા અને દરેક ટર્મમાં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ છેલ્લે 2017માં પીએમ તરીકે ભારત આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે દેઉબાની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાનો એક ભાગ છે. તે બંને દેશોને વિકાસ, આર્થિક ભાગીદારી, વેપાર, આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ, કનેક્ટિવિટી, ઉર્જા, લોકો વચ્ચેના સંબંધો અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે.

દુઃખદ/ લાઠીના દુધાળા નજીક આવેલ નારણ સરોવરમાં 5 કિશોરના ડૂબવાથી મોત

અમદાવાદ/ ગુજરાત ઓડિયોલોજી કોલેજ સ્થાપનાર પાંચમું રાજ્ય, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું ઉદ્ઘાટન 

World/ પાકિસ્તાની સેનાએ સંભાળ્યો ઈસ્લામાબાદનો કંટ્રોલ, મોટી રાજકીય હસ્તિઓની થઈ શકે ધરપકડ