Rain/ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ વરસાદ

આજે અચાનક અમદાવાદમાં વાતાવરણ પલટતા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડ્યો

Top Stories Gujarat
1 66 અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ વરસાદ

ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજે અચાનક અમદાવાદમાં વાતાવરણ પલટતા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડ્યો જેના લીધે શહેરીજનોમાં ખુશીન લાગણી છવાઇ ગઇ છે. શહેરના સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ, બોડકદેવમાં કલાકમાં અઢી ઈંચ વરસાદ, બોપલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.ભારે વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે ટ્રાફિકજામ જોવા મળ્યું હતું. સાંજના સમયે ઓફિસથી ઘરે જતાં લોકોને હાલાકી પડી રહી છે. કેમ કે, પાણી ભરાતાં વાહન વ્યવહારને પણ અસર પડી છે. બીજી બાજુ, ભારે બફારા બાદ ધોધમાર વરસાદને લીધે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે  આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 સેપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.