Global South Summit/ યુએન સુરક્ષા પરિષદમાં પાયાના સુધારાની તાતી જરૂર:પીએમ મોદી

વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ના સમાપન સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (13 જાન્યુઆરી) કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 120 થી વધુ વિકાસશીલ દેશોની સહભાગિતા જોનાર આ સમિટ હવે તેનો એક ભાગ છે

Top Stories India
Global South Summit

Global South Summit: વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ના સમાપન સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (13 જાન્યુઆરી) કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 120 થી વધુ વિકાસશીલ દેશોની સહભાગિતા જોનાર આ સમિટ હવે તેનો એક ભાગ છે. ગ્લોબલ સાઉથ અત્યાર સુધીની સૌથી મોટી વર્ચ્યુઅલ મીટિંગ છે. હું ખુબ સન્માનિત અનુભવું છું.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા વર્ષની શરૂઆત નવી આશાનો સમય છે. અમે બધા વૈશ્વિકરણને સમર્થન આપીએ છીએ. (Global South Summit) ભારતે હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે જોયું છે.

આ સિવાય તેમણે કહ્યું કે વિકાસશીલ દેશો એવું વૈશ્વિકીકરણ ઈચ્છે છે કે જેનાથી ક્લાઈમેટ કટોકટી કે દેવાની કટોકટી ન સર્જાય. અમે એવું વૈશ્વિકરણ ઇચ્છીએ છીએ કે જે રસીના અસમાન વિતરણ તરફ દોરી ન જાય, જેમાં માનવતાની સમૃદ્ધિ અને સુખાકારી હોય. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષ વિકાસશીલ દેશો માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને બ્રેટોન વુડ્સ સંસ્થાઓ સહિતની મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં અમને તાત્કાલિક ધોરણે મૂળભૂત સુધારાની જરૂર છે. આ દરમિયાન તેમણે યુએનની સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવા અંગે સીધું કંઈ કહ્યું ન હતું, પરંતુ તેમનું નિવેદન આ દિશામાં સંકેત હોવાનું માનવામાં આવે છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત ‘ગ્લોબલ સાઉથ સેન્ટર ઓફ એક્સલન્સ’ની સ્થાપના કરશે.

વધુમાં પીએમએ કહ્યું કે મને એક નવા પ્રોજેક્ટ ‘આરોગ્ય મૈત્રી’ વિશે જણાવતા આનંદ થાય છે. આ અંતર્ગત ભારત કુદરતી આફતો અને માનવીય સંકટનો સામનો કરી રહેલા વિકાસશીલ દેશોને તબીબી સહાય પૂરી પાડશે. જયારે તેમણે કહ્યું કે ભૌગોલિક રાજકીય તણાવ અમને અમારી વિકાસ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિચલિત કરે છે.