ક્રાઈમ/ સુરતમાં યુવાનો આરોગે એ પહેલા રૂ.14,32,800નું અફીણ પોલીસે પકડ્યું | અફીણ સાથે પકડાયેલા શખ્સે એવું કહ્યું કે….

પોલીસે વોચ ગોઠવીને લસકાણા ગામના ગેટ નજીક વોચ ગોઠવી હતી અને જ્યારે પુનામારામ નામનો ઈસમ બાઇક પરથી પસાર થતો હતો ત્યારે તેને ઝડપી પાડ્યો હતો.

Top Stories Gujarat Surat
અફીણ

રાજસ્થાનથી અફીણનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા જ સુરત એસોજી પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. આ ઈસમ પાસેથી પોલીસને 4,776 કિલો અફીણ મળ્યો હતો પોલીસે અફીણના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વિગત અનુસાર સુરત એસઓજીને બાતમી મળી હતી કે સુરતના લસકાણા ગામ નજીક અફીણના જથ્થા સાથે એક ઈસમ પસાર થવાનો છે. તેથી પોલીસે વોચ ગોઠવીને લસકાણા ગામના ગેટ નજીક વોચ ગોઠવી હતી અને જ્યારે પુનામારામ નામનો ઈસમ બાઇક પરથી પસાર થતો હતો ત્યારે તેની બાઈક ઉભી રખાવીને બાઈક પર રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા તેમાં અફીણ હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે 4કિલો 776 ગ્રામ અફીણનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ અફીણની કિંમત 14, 32,800 રૂપિયા થવા પામે છે. પોલીસને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી પૂનામારામ રાજસ્થાનથી અફીણનો જથ્થો લાવતો હતો અને ત્યારબાદ તે સુરતના અલગ અલગ વિસ્તારમાં અફીણનું વેચાણ કરતો હતો.

અફીણ

આ પણ વાંચો : વેજલપુરમાં બાગાયતી કેન્દ્ર ખાતે તૈયાર થતા બીલીનાં વૃક્ષોની પ્રજાતિની દેશભરમાં ભારે માંગ : આવી છે વિશેષતા