Ahmedabad/ કેફી પદાર્થ સુઘાડી લૂંટનો આંતક મચવનારા આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચનાં કબ્જે

અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનાં ગ્રાફમાં વધારો થઈ રહ્યો હોય તે પ્રમાણે ના કેસો સામે આવી રહ્યા છે….

Ahmedabad Gujarat
police attack 60 કેફી પદાર્થ સુઘાડી લૂંટનો આંતક મચવનારા આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચનાં કબ્જે

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનાં ગ્રાફમાં વધારો થઈ રહ્યો હોય તે પ્રમાણે ના કેસો સામે આવી રહ્યા છે. શહેરનાં સરસપુર વિસ્તારમાં થોડાક દિવસ પહેલા રસ્તે ચાલતા એક યુવકને રોકી તેને કેફી પદાર્થ સુઘાડી તેની પાસેથી સોનાનાં દાગીના અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઇ જનાર બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

આ લૂંટ મચાવનારા આરોપીઓનાં નામ છે સુનીલ ઠાકોર અને બીજા આરોપીનું નામ છે વિષ્ણુ સલાટ. આરોપીઓ દેખાવે ખુબ સીધા લાગી રહ્યા છે પરંતુ ગુનાની દુનીયામાં ખુબ મોટા કારસ્તાન કરી ચુક્યા છે. આ બન્ને આરોપીઓ અભણ છે પરંતુ લોકોને લુટવાની મોડસ ઓપરેટી એવી છે કે ખુબ ભણેલા અને વિધ્વાન લોકોને પણ પાછળ પાડી નાખે છે. આરોપીઓ થોડાક દિવસ પહેલા સરસપુર પાસે એક યુવકને ટાર્ગેટ કરી તેની પાસેથી સોનાનાં દાગીના અને મોબાઈલની લૂંટ કરી દીધી હતી.

police attack 61 કેફી પદાર્થ સુઘાડી લૂંટનો આંતક મચવનારા આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચનાં કબ્જે

આરોપીઓની લૂંટ કરવાની મોડસ ઓપરેટીની જો વાત કરીએ તો આ બન્ને આરોપીઓ રીક્ષા લઈને તેમની સાથે કેફી પદાર્થ તથા નકલી નોટોનાં બંડલ લઈને શહેરમાં નીકળતા હતા. અને શહેરનાં ભીડભાડ વાળો કોઈ વિસ્તાર નક્કી કરી જે રાહદારીનાં શરીર પર વધારે સોનુ દેખાય તેને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ પોતે અભણ હોવાથી તેમને બેંકમાં પૈસા ભરતા આવડતુ નથી તેમ કહેતા અને તેમની પાસે રહેલ ડુપ્લીકેટ પૈસા ના બંડલ તેમને ગણવા આપી તેમને કેફી પદાર્થ સુઘાડી તેમના શરીર પરથી સોનાનાં દાગીના તથા રોકડ પૈસા અને માબઈલ લૂંટીને રીક્ષા લઈને પલાયન થઈ જતા હતા. બન્ને આરોપીઓ અગાઉ મહેસાણા અને કલોલમાં મોબાઈલ ફોન લૂંટ અને નકલી બંડલ બતાવી છેતરપીંડીનાં કેસ નોંધાયેલા છે.

જોકે હાલ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે બન્ને આરોપીઓને ઝડપી પાડી થોડાક દિવસ પહેલા સરસપુરમાં બનેલ લૂંટનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓની પુછ પરછમાં શહેરનાં અને શહેર બહારનાં આવી જ પ્રકારની લૂંટનાં ભેદ ઉકેલાઈ શકે છે. સાથે જ આરોપીઓની સાથે બીજા સાગરીતોનાં નામ પણ સામે આવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો