Ahmedabad/ રામોલ પોલીસની ઉંઘ હરામ કરનાર 4 આરોપીઓ અંતે પકડાયા

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીનાં કલાકોમાં ત્રણ લૂંટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
police attack 59 રામોલ પોલીસની ઉંઘ હરામ કરનાર 4 આરોપીઓ અંતે પકડાયા

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીનાં કલાકોમાં ત્રણ લૂંટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.

આપને જણાવી દઇએ કે, આ એવા સાતીર આરોપીઓ છે કે, જે ભીડભાડવાળી જગ્યા અને બીઆરટીએસ બસમાં પેસેન્જરોને ટાર્ગેટ કરી રાહદારીઓ તથા પેસેન્જરોને ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન તથા પર્સની ચીલઝડપ કરીને નાસી જતા હતા. પોલીસ કસ્ટડીમાં ઉભેલા ચારે આરોપીઓનાં નામ હિરેન સંઘાણી, અમિત ભવન, વિકાસ શુક્લા અને શૈલેષ યાદવ છે. આ ચારેય આરોપીઓએ છેલ્લા કેટલાક સમયમાં ડામોર પોલીસ સ્ટેશનની હદમાં તરખાટ મચાવી હતી.

ચાર આરોપી પૈકી વિકાસ શુકલા અને શૈલેષ યાદવ આ બંને આરોપીઓ ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરીને રાહદારીઓનાં હાથમાંથી મોબાઇલ ફોન તથા પર્સ અને ચીલઝડપ કરીને ફરાર થઈ જતા હતા. જ્યારે આરોપી હિરેન સંઘાણી તથા અમિત ભવર બીઆરટીએસ બસમાં પ્રવેશી બસમાં સવાર પેસેન્જરોની નજર ચૂક વી પર્સની ચોરી કરી પલાયન થઈ જતાં હતા જોકે રાહુલ પોલીસ ની ટીમે હોક બાઈક ની મદદથી આરોપીઓને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડયા છે. પોલીસ પૂછપરછમાં રામોલ પોલીસ સ્ટેશન 10 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે આરોપીઓના રિમાન્ડ બાદ શહેર માં મોબાઇલ ફોન તથા પર્સ ચોરીના ગુના ના ભેદ ઉકેલાઇ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો