Vaccine/ રાજ્યમાં કોવિડ-19 ની રસી સાથે પોલિયોની રસીની કામગીરીનો કરાશે પ્રારંભ

આવતીકાલે એટલે કે રવિવારથી રાજ્યમાં કોરોનાની રસીકરણની સાથે પોલિયોની રસીની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવશે.

Gujarat Others
police attack 58 રાજ્યમાં કોવિડ-19 ની રસી સાથે પોલિયોની રસીની કામગીરીનો કરાશે પ્રારંભ

@વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ – ગાંધીનગર

આવતીકાલે એટલે કે રવિવારથી રાજ્યમાં કોરોનાની રસીકરણની સાથે પોલિયોની રસીની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં તા. 31 મી જાન્યુઆરી થી તા. 2 ફેબ્રુઆરી 2021 દરમિયાન પોલિયો રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. પોલિયો કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં 0 થી 5 વર્ષનાં 1,73,146 બાળકોને પોલિયોની રસીનાં બે ટીંપા પીવડાવામાં આવશે. નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ- 774 બુથ ઉભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત બસ સ્ટેન્ડ, ટોલ પ્લાઝા, જેવા વિસ્તારોમાં 13 જેટલા ટ્રાન્ઝીટ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાઇ રિસ્ક વિસ્તારોમાં કુલ-120 મોબાઇલ ટીમો દ્વારા જિલ્લાનાં 3482 કર્મચારીઓ કામગીરીમાં જોડાશે.

તા. 31મી જાન્યુઆરીએ તમામ બુથ ઉપર ત્યારબાદ બે દિવસ સુધી ડોર ટુ ડોર બાકી રહેલા બાળકોને પોલિયોની રસી પીવડાવાશે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે પોલિયો રસીનાં બુથ પર વધુ ભીડ ન થાય તે માટે 250 થી વધુ બાળકો હોય તેવા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વેક્સિનેશન બુથને બે નાના બુથ તૈયાર કરવામાં આવશે. તેમજ તમામ બુથ ઉપર કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો