જ્ઞાન સહાયક શિક્ષક/ ગુજરાત : પ્રાથમિક શાળા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાશે ભરતી

સરકાર એક બાજુ જ્ઞાન સહાયકોને ભરતી કરી રહી છે ત્યારે બીજી બાજુ સુરતમાં પડતર પ્રશ્નોને લઈને શિક્ષકો દેખાવો કરતા પદયાત્રા કરશે.

Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 19 ગુજરાત : પ્રાથમિક શાળા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાશે ભરતી

ગુજરાત સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરશે. પ્રાથમિક શાળાઓ બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવા અરજીઓ મંગાવી છે. જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર પર શિક્ષક તરીકે નિમણૂક કરાશે. ઉમેદવારોએ આગામી 8થી 12 ડિસેમ્બર દરમ્યાન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ્ઞાન સહાયક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જ્ઞાન સહાયક માટે સરકારે મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સરકાર પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે ૧૧૫૦ જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણુંક કરી રહી છે.

અરજી માટે જાણો મહત્વની બાબત
– ઉમેદવારે http://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર અરજી કરવી
– વેબસાઈટ પર જ્ઞાન સહાયક માટે ખાસ સૂચનાઓ અને માર્ગદર્શિકા દર્શાવી છે
– લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને પગાર સંબંધિત વિગતો મેળવી શકશો
– ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો રૂબરૂ મુલાકાત વખતે ખાસ સાથે લાવવાના રહેશે
– ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે રાખવી
– રજૂ કરેલ પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષની નકલ
– પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઓરિજનલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે

નોંધ : જ્ઞાન સહાયક માટે ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાનું કે તેઓ ફકત ઓનલાઈન અરજી કરી શકશે. આ માટેની અરજી રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં નહી આવે. રાજ્યકક્ષાએ હોય કે જિલ્લાકક્ષાએ હોય ઓનલાઈન સિવાય કોઈપણ માધ્યમથી મોકલવામાં આવેલ અરજીઓ માન્ય ગણાશે નહી. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2023 છે.

પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકોને રૂ. ૨૧,૦૦૦/- માધ્યમિક વિભાગ માટે ૨૪,000 અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે રૂપિયા ૨૬,000/- ઉચક માનદ વેતન આપવામાં આવશે. માધ્યમક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે TAT (ચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે.

સરકાર એક બાજુ જ્ઞાન સહાયકોને ભરતી કરી રહી છે ત્યારે બીજી બાજુ સુરતમાં પડતર પ્રશ્નોને લઈને શિક્ષકો દેખાવો કરતા પદયાત્રા કરશે. પંચમહાલના 15 હજાર અને અન્ય ત્રણ જિલ્લાના 15 હજાર શિક્ષકોએ પદયાત્રાના અનોખા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. શિક્ષક સંઘનું કહેવું છે કે ગુજરાતના મંત્રીઓની કમિટી સાથે થયેલ સમાધાન બાદ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી ના થતા આખરે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :