Not Set/ CM રૂપાણી ગીરસોમનાથ જવા એરફોર્સના ખાસ હેલિકોપ્ટરથી રવાના

અમદાવાદ મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રાજ્યના મુખ્યપ્રધાન અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યા છે. મુખ્યપ્રધાન ગીર સોમનાથની પૂર અને અતિવૃષ્ટીની સ્થિતી તેમજ બચાવ કાર્યોની સમીક્ષા કરશે. આ પહેલા ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ મુખ્યપ્રધાન એરફોર્સના ખાસ હેલિકોપ્ટરથી ગીર સોમનાથ જવા રવાના […]

Top Stories Gujarat Trending
rain 23 CM રૂપાણી ગીરસોમનાથ જવા એરફોર્સના ખાસ હેલિકોપ્ટરથી રવાના

અમદાવાદ

મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રાજ્યના મુખ્યપ્રધાન અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યા છે. મુખ્યપ્રધાન ગીર સોમનાથની પૂર અને અતિવૃષ્ટીની સ્થિતી તેમજ બચાવ કાર્યોની સમીક્ષા કરશે.

આ પહેલા ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ મુખ્યપ્રધાન એરફોર્સના ખાસ હેલિકોપ્ટરથી ગીર સોમનાથ જવા રવાના થયા અને ખરાબ હવામાનને કારણે તેમના હેલિકોપ્ટરનું જેતપુરમાં લેન્ડિંગ કરાયું.

Ruplo in Jetpurt CM રૂપાણી ગીરસોમનાથ જવા એરફોર્સના ખાસ હેલિકોપ્ટરથી રવાના

સીએમ સાથે મુખ્ય સચિવ ડો.જે એન સિંહ અને મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ અધિકારીઓ ગીર સોમનાથના જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ પણ છે. જેઓ પૂર અને અતિવૃષ્ટિની સ્થિતિ તેમજ બચાવ કાર્યોની સમીક્ષા હાથ ધરશે. જે બાદ સ્થાનિક અધિકારીઓને  જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

Riplhojf CM રૂપાણી ગીરસોમનાથ જવા એરફોર્સના ખાસ હેલિકોપ્ટરથી રવાના

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે મુખ્ય સચિવ ડો.જે એન સિંઘ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા તંત્ર સાથે બેઠક કરીને પૂર અને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે તેમજ બચાવ રાહત કાર્યોનું માર્ગદર્શન કરશે.