Not Set/ માતા-પુત્રીએ વડાપ્રધાનના તૈલ ચિત્રો કર્યા તૈયાર, આ ચિત્રો PM મોદીને કરાશે અર્પણ

વડોદરા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબજ લોકપ્રિય નેતા છે અને લોકપ્રિયતા એટલી બધી છે કે વડોદરામાં ચિત્રકાર એવા માતા પુત્રીએ તેમણે કરેલા કામોના પોટ્રેઇટ બનાવીને લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. કલાકાર મા બેટીએ તેમના કામોથી પ્રભાવિત થઈ ને આઠથી દસ જેટલા તૈલ ચિત્રો તૈયાર કર્યા છે. જેમાં ઇન્દુ પંડ્યા તેમજ તેમની પુત્રી કુમકમ […]

Gujarat Vadodara
મોદીના પેઇન્ટિગ માતા-પુત્રીએ વડાપ્રધાનના તૈલ ચિત્રો કર્યા તૈયાર, આ ચિત્રો PM મોદીને કરાશે અર્પણ

વડોદરા,

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબજ લોકપ્રિય નેતા છે અને લોકપ્રિયતા એટલી બધી છે કે વડોદરામાં ચિત્રકાર એવા માતા પુત્રીએ તેમણે કરેલા કામોના પોટ્રેઇટ બનાવીને લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. કલાકાર મા બેટીએ તેમના કામોથી પ્રભાવિત થઈ ને આઠથી દસ જેટલા તૈલ ચિત્રો તૈયાર કર્યા છે. જેમાં ઇન્દુ પંડ્યા તેમજ તેમની પુત્રી કુમકમ પંડ્યા બને કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ અદાઓને નક્કી કરીને તેમને ચિત્રોમાં અંકિત કર્યા છે. તૈયાર કરાયેલા ચિત્રો તેઓ વડાપ્રધાન મોદીને અર્પણ કરશે.

મોદીના પેઇન્ટિગ 2 માતા-પુત્રીએ વડાપ્રધાનના તૈલ ચિત્રો કર્યા તૈયાર, આ ચિત્રો PM મોદીને કરાશે અર્પણ
પીએમ મોદીના તૈલ ચિત્રો કરાયા તૈયાર

આ અંગે વાત કરતા ઇન્દુબેને જણાવ્યું હતું કે જ્યારથી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કામોને ચિત્રોમાં અંકિત કરવાનો નિર્ણય અમે બન્ને કલાકારોએ કર્યો હતો. તેમને તે માટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિવિધ અદાઓને નક્કી કરીને સાથે એમની માતા પ્રત્યેનો પ્રેમ દેશપ્રેમની ભાવના, સર્કિજલ સ્ટ્રાઇક તેમજ વારાણસી ખાતે સફાઈ સેવકોના પગ ધોઇને સન્માનિત કર્યા હતા જેવા વિષયો ચિત્રોમાં અંકિત કર્યા છે. વિવિધ કલરના માધ્યમો તેમજ સ્પ્રે કલરનો ઉપયોગ કર્યો છે.