Fashion show/ રાજકોટમાં 18 ડિસેમ્બરે યોજાશે નેત્રહિન દિકરીઓનો ફેશન શો

રાજકોટની 8 નેત્રહિન દિકરીઓ આગામી 18 ડિસેમ્બરે ફેશન શોમાં ભાગ લેવા જઈ રહી છે. આ 8 નેત્રહિન દિકરીઓ ફેશન ડિઝાઈનરે ડિઝાઈન કરલે ડ્રેસ પહેરશે અને રેમ્પ પર ધુમ મચાવશે. ત્યારે…

Gujarat Rajkot Mantavya Exclusive
Rajkot Unique Fashion Show

Rajkot Unique Fashion Show: કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારામાં ઉત્સાહ અને ધગશ હોવી જોઈએ. જો મન મજબૂત અને મક્કમ હોય તો આખી કાયનત તમારો સાથ આપવામાં લાગી જાય છે. ત્યારે રાજકોટની એ છોકરીઓ વિશે જણાવીશું કે જેને મનની આંખોથી ફેશનનો જલવા પાથરવા જઈ રહી છે.

રાજકોટની 8 નેત્રહિન દિકરીઓ આગામી 18 ડિસેમ્બરે ફેશન શોમાં ભાગ લેવા જઈ રહી છે. આ 8 નેત્રહિન દિકરીઓ ફેશન ડિઝાઈનરે ડિઝાઈન કરલે ડ્રેસ પહેરશે અને રેમ્પ પર ધુમ મચાવશે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે આ દિકરીઓને તૈયાર કરવામાં આવી રહી છે અને આ દિકરીઓનું શું કહેવું છે.

આયોજક બોસ્કી નથવાણીએ જણાવ્યું હતું કે, હું ફેશન ડિઝાઈનિંગ શિખવું છું. મારો આ સાતમો ફેશન શો છે. અમે દરેક ફેશન શોમાં અમે બોમ્બેથી ફેશન મોડેલ બોલાવતા હોય છીએ. આ વખતે પણ ફેશન વિકની મોડેલ છે પણ અમે વિચાર્યું કે આપણે કંઈક અલગ કરીએ ત્યારે અમને આ આઈડિયા આવ્યો ત્યારે અમે ખુબ જ ઉત્સાહી હતા. અમને ખબર હતી કે આ બહુ ચેલેન્જિંગ રહેવાનું છે. કારણ કે આ છોકરીઓ કિડ્સ પણ નથી અને બહુ મોટી પણ નથી. એટલે આ ટીનેજ છે. તેમને કેવો લુક આપવો, તેઓ કેવા ડ્રેસમાં કમ્ફર્ટેબલ હશે. તેનું બધાએ ખુબ જ ધ્યાન રાખ્યું છે. અમે એ લોકોને એન્કલ લેન્થ અને ફ્લેરી ડ્રેસ આપ્યા છે. જેથી તેઓ કમ્ફર્ટેબલી વોક કરી શકે. અમે તે લોકોના સ્કીન ટોન પ્રમાણે ડ્રેસીંગ કર્યું હતું. અમારી આખી ટીમે ખુબ જ મહેનત કરી છે. અમારા માટે ઘણુ ચેલેન્જિંગ હતું કે જ્યારે અમે વોક પ્રેક્ટીશ કરાવતા હતા. અમે પણ એ લોકો પાસેથી પણ ઘણું શિખ્યા છીએ જેથી અમે વિચાર્યુ કે આપણે એ લોકોને પ્લેટફોર્મ આપીએ જેને રેમ્પ વોક માટેનું પ્લેટફોર્મ ન મળતું હોય.

તેમણે જણાવ્યું કે, અમે આ સંસ્થાને અપ્રોચ કરી. આ લોકોએ અમને ખુબ જ સપોર્ટ કર્યો છે. આ છોકરીઓ પણ બહું હોશિયાર છે. 2 દિવસ થોડુ અઘરૂ લાગ્યું કારણ કે ફેશન શો આ દીકરીઓ માટે કંઈક અલગ જ હતું, પણ પછી આ દીકરીઓ ખુબ જ સારી રીતે વોક કરવા લાગ્યા. પહેલા અમે જ્યારે આ સ્ટાર્ટ કર્યુ ત્યારે અમને થોડું ટફ લાગતુ હતું. અમારે સતત કોમેન્ટ્રી આપવી પડતી હતી. કારણ કે અમે તેને કરીને કંઈ બતાવી શકતા ન હતા. એ થોડુ ચેલેન્જીંગ હતું. પણ આ દીકરીઓ એ 10 દિવસની પ્રેક્ટીશ કરીને રેમ્પ વોક બરાબર રીતે શીખી લીધુ હતું.

રેમ્પ વોકમાં ભાગ લેનાર જાનવી ચુડાસમાએ જણાવ્યું કે ફેશન શૉ માટે અમે ખુબ જ ઉત્સાહીત છીએ કારણ કે ફેશન શોનું અમારૂ એક સપનું હતું, કે અમે પણ આ ફેશન શોમાં રેમ્પ વોક કરીએ એ પણ સુંદર ડ્રેસ સાથે ત્યારે ફેશન શૉના આયોજક બોસ્કી નથવાણી સહિતની ટીમે અમને સિલેક્ટ કર્યાં અને અમને પ્રેક્ટીશ કરાવી. આ સાથે તેઓ અમને ફેસ પરના એસ્પ્રેશન શીખવ્યું અમને જ્યારે ડ્રેસ પહેરાવ્યા ત્યારે અમે ખુબ જ ખુશ હતા. આયોજક અને ટીમે અમારા માટે ખુબ જ કર્યું છે. મારૂ તો બસ બધાને એવુ જ કહેવું છે કે અમારે કંઈ ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચો: અરવલ્લી/રવિ પાકની સીઝનને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ, 1 લાખથી વધુ હેકટરમાં કરાયું વાવેતર