અરવલ્લી/ રવિ પાકની સીઝનને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ, 1 લાખથી વધુ હેકટરમાં કરાયું વાવેતર

અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોએ 1 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લામાં સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર થયું છે. ત્યારે હાલ ખેડૂતો સારા વળતરની આશા રાખી રહયા છે.

Gujarat Others
રવિ પાકની

અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ પાકની સીઝનમાં ખેડૂતોએ 1 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લામાં સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર થયું છે ત્યારે વાવેતર બાદ હાલ સારા વાતાવરણને પગલે ખેડૂતો સારા વળતરની પણ આશા રાખી રહયા છે. લહેરાતા પાકના દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યા ખેડૂતોએ રવિ સીઝનની વાવણીનું કામ પૂર્ણ કરી દીધું છે જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 1 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોએ ઘઉં મકાઈ ચણા બટાકા જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે.

સૌથી વધુ જિલ્લામાં 70 હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે જે ગયા વર્ષની સરખામણીમાં 5 હજાર હેક્ટર વધુ વાવેતર થયું છે ચાલુ રવિ સીઝનમાં શરૂઆતમાં સારા વાતાવરણ ને પગલે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંના પાકનું વાવેતર કરી ચોમાસા સીઝનમાં વરસાદથી પાકને  નુકશાનીની સરભર થાય તેવા પ્રયાસ ખેડૂતો કરી રહયા છે

જિલ્લામાં ખેડૂતોએ 70478 હેકટરમાં ઘઉં , 19233 હેક્ટરમાં બટાકા , 11652 હેક્ટરમાં ચણા , 7474 હેક્ટરમાં મકાઈ 2336 કેક્ટરમાં વરિયાળી ,3115 હેક્ટરમાં રાયડો જેવા પાકોનું વાવેતર કર્યું છે જિલ્લામાં સુધી વધુ મોડાસા તાલુકાના ખેડૂતોએ 18014 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાં ખેડૂતોએ શિયાળુ વાવણીનું કામ પૂર્ણ કરી સારા વળતરની આશા રાખી રહયા છે ત્યારે આજે બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ચિંતા તો વધારી છે તેમ છતાં ખેડૂતો આગામી સમયમાં સારા વાતાવરણ અને સારા ઉત્પાદનની સાથે સારા ભાવ મળે તેવી આશા રાખી રહયા છે.

આ પણ વાંચો:લેબગ્રોન ડાયમંડના રફના ભાવમાં થતો આટલા ટકાનો ઘટાડો, વેપારીઓ થયા ચિંતિત

આ પણ વાંચો:ગતિશક્તિ યુનિવર્સિટીમાં આ વસ્તુનો ઉપયોગ કરીને બનાવાઈ રહ્યું છે પ્લાસ્ટો ફ્યુલ, છે કઈંક ખાસ

આ પણ વાંચો:સચિન વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, કારણ જાણીને તમે [પણ રહી જશો દંગ