Gujarat News/ જયેશ રાદડિયાને મોટી જવાબદારી મળવાની શક્યતા, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે અમિત શાહ સાથે મુલાકાત

ગુજરાત સરકારમાં ન માત્ર મોટું પદ પરંતુ સંગઠનમાં પણ ખુબ જ મહત્વપુર્ણ જવાબદારી મળી શકે છે

Gujarat

Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનો બે દિવસનો ક્રાયક્રમ પૂરો કરીને દિલ્હી જવા રવાના થયા છે. બીજીતરફ ગઈ કાલે તેમણે ગુજરાતના તમામ સંગઠનના નેતાઓ અને ઉચ્ચ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.  ગુજરાતનાં વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપરાંત મંત્રીમંડળના વિસ્તર અને નવા પ્રદેશ પ્રમુખ મામલે પણ આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઇ હોવાનું સુત્રો દાવો કરી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષ પુર્ણ થયા બાદ અથવા તો આગામી 48 કલાકમાં નવા મંત્રીમંડળ અને નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બીજી તરફ પોતા પોતાનાં મંત્રીપદ માટે તમામ નેતાઓ અને મંત્રીઓ  લાંબા સમયથી લોબીઇંગ કરી રહ્યા હતા. જયેશ રાદડિયાને અચાનક દિલ્હીથી તેડું આવતા તેમને મોટી જવાબદારી મળી શકે છે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે.  સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમને મોટો પોર્ટફોલિયો મળી શકે છે અને ગુજરાતમાં તેમનું કદ વધી શકે છે.  તેમની સહકારી ક્ષેત્ર તથા પાટીદાર સમાજમાં પકડને જોતા 2027 ની ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત સરકારમાં ન માત્ર મોટું પદ પરંતુ સંગઠનમાં પણ ખુબ જ મહત્વપુર્ણ જવાબદારી મળી શકે છે. તેના માટેનો તખ્તો ઘડાઇ ચુક્યો છે અને તેના ભાગરૂપે જ તેમને દિલ્હી ખાતે હાઇકમાન્ડ દ્વારા બોલાવાયા છે.
એક વર્ગનું એવું પણ માનવું છે કે જે પ્રકારે વિસાવદરની જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી અને જે રીતે ભાજપની આબરૂ સમાન આ બેઠક ભાજપે ગુમાવવી પડી હતી તો બીજીતરફ ગોપાલ ઇટાલિયાએ ભાજપના મોઢે જે પ્રકારનો તમાચો જડ્યો તેના કારણે હાઇકમાન્ડથી માંડી ગુજરાતની ભાજપ લોબી અસહજ છે. જેનાં કારણે જયેશ રાદડિયાનું પત્તું કપાઇ શકે છે.

પદ ન મળતા તેઓ નારાજ થયા હોવાથી નારાજગીને ખાળવા માટે જ તેમને દિલ્હી હાઇકમાન્ડથી તેડું આવ્યું અને તેમને મનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ હાઇકમાન્ડ સાથે જયેશ રાદડિયાના ઇફ્ડોની ચૂંટણી વખતે પણ તણખા ઝર્યા છે. ભાજપે બિપિન ગોતાને જ્યારે  મેંડેટ આપ્યું તેની સામે જયેશ રાદડિયા અને તેની પેનલે ચૂંટણી લડવા સાથે જીતી પણ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ ?

આ પણ વાંચો:મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ

આ પણ વાંચો:નવા નિયમોથી ભાવમાં વધારો થશે, મારુતિ સુઝુકીએ આપી ચેતવણી