Ahmedabad News:અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રામ રહીમ ટેકરા પાસે આવેલી રાજા બેકરી ખાતે એક મહિલા પર અજાણ્યા યુવકે અચાનક ચાકુ વડે જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. આ ઘટના દરમિયાન મહિલાના હાથમાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે હુમલાખોર યુવક બૂમાબૂમ થતાં ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, મહિલા રોજની જેમ રાજા બેકરીમાં ખરીદી કરવા માટે આવી હતી. ત્યાં એક યુવક તેની સાથે થોડી વાતચીત કરવા લાગ્યો હતો. વાતચીત દરમિયાન અચાનક યુવકે ખિસ્સામાંથી ચાકુ કાઢીને મહિલા પર હુમલો (Attack) કરી દીધો. હુમલામાં મહિલાના હાથમાં ઊંડો ઘા થયો હતો અને તે ઘાયલ થઈને બૂમો પાડવા લાગી હતી.મહિલાની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે હુમલાખોર યુવક તાત્કાલિક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલુ છે. તેની હાલત હવે સ્થિર જણાવાઈ રહી છે, પરંતુ હાથના ઘામાં ઘણા ટાંકા પડ્યા હોવાનું કહેવાય છે.

યુવકે ચાકુ કાઢીને કર્યો હુમલો (Attack)
બેકરી અને આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોવા મળે છે કે યુવક મહિલા સાથે થોડીક સેકન્ડ વાત કરે છે અને તરત જ ચાકુ કાઢીને હુમલો (Attack) કરી દે છે. મહિલા બચાવવા માટે પાછળ હટે છે અને બૂમો પાડે છે, જ્યારે હુમલાખોર ઝડપથી ભાગી જાય છે.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં આક્રોશ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે. ઘણા યુઝર્સે પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.ઘટનાની જાણ થતાં જ બહેરામપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. CCTV ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો: અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : નવસારીમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી
આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : સુરતમાં કિશોર દ્વારા બાળક પર ચાકૂથી હુમલો
આ પણ વાંચો: ફરી એક વાર બની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના, સુરતની સ્કૂલમાં વિધાર્થી પર સળિયા વડે હુમલો
