Amreli News/ CM ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં નિહાળ્યું ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન

દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શન (Weapon Exhibition)ની મુલાકાત લીધી હતી

Gujarat Others
દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શન (Weapon Exhibition)ની મુલાકાત લીધી હતી

Amreli News :  દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શન (Weapon Exhibition)ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ તથા ચેતક કમાન્ડો ફોર્સ (Chetak Commando Force)દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કરી તેમની વિશેષતાઓ અંગે માહિતી મેળવી હતી.

પ્રદર્શનમાં 7.62 મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર), ગેલિલ સ્નાઇપર રાઇફલ, એન્ટી મટિરિયલ રાઇફલ, એકે-47, 7.62 મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર ૫.૫૬ મીમી એસએફ રાઇફલ, એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ સહિતની આધુનિક રાઇફલો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત 30 મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 40 મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-5 સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન સહિતના શસ્ત્રો પણ પ્રદર્શિત કરાયા હતા.

કોર્નર શોટ સિસ્ટમ, નાઇટ વિઝન ટેક્નોલોજી, ઓપ્ટિકલ સાધનો, રૅપલિંગ સાધનો તેમજ મલ્ટી સેલ લોન્ચર, ગેસ ગન અને ટેઝર ગન જેવા બિનઘાતક સાધનો પણ પ્રદર્શનનું વિશેષ આકર્ષણ રહ્યા હતા. આધુનિક શસ્ત્રો, ટેક્નોલોજી અને વિશેષ તાલીમના સુમેળથી ચેતક કમાન્ડો ફોર્સની વિશેષ કામગીરી ક્ષમતાની ઝલક જોવા મળી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસની સજ્જતા, શૌર્ય અને કાર્યક્ષમતાને બિરદાવી હતી.

 

આ પ્રસંગે કૃષિ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા,ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, પોલીસ મહા નિર્દેશક આર.વી. અસારી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી

આ પણ વાંચો : અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલની સાહજિકતા: કાર રોકીને સ્થાનિક આગેવાનો સાથે કરી આત્મીય મુલાકાત

આ પણ વાંચો : અમરેલી બનશે ‘ગ્રીન સિટી’: CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી શરૂ કર્યું હરિયાળું અભિયાન