Valsad News/ વલસાડના ધરમપુરમાં દીપડો વૃધ્ધાને ઉઠાવી જતા સ્થાનિકોમાં ફફડાટ

વલસાડના ધરમપુરના આંબા તલાટ ગામમાં દીપડો ત્રાટક્યો હતો

Top Stories Gujarat Others

Valsad News : વલસાડમાં દિપડો વૃધ્ધાને ઉઠાવી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ બનાવની વિગત મુજબ વલસાડના ધરમપુરના આંબા તલાટ ગામમાં દીપડો ત્રાટક્યો હતો. જેમાં ઘરમા આંગણે ઉંઘી રહેલા વૃધ્ધાને દિપડો ઉઠાવી ગયો હતો.જેને પગલે સ્થાનિક લોકો અને વન વિભાગ દોડતું થયું હતું. બાદમાં લોકોએ વૃધ્ધાની શોધ હાથ ધરી હતી. જેમાં વૃધ્ધાનો મૃતદેહ નજીકના ખેતરમાંથી મળી આવ્યો હતો.

વૃધ્ધાનો મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બીજીતરફ આ બનાવને પગલે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવીને તેને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની લાંચના આરોપમાં ધરપકડ

આ પણ વાંચો:  ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો

આ પણ વાંચો: અમદાવાદમાં વડીલોપાર્જીત મિલ્કત મ્યુનિ. દ્વારા તોડી પડાતા વૈકલ્પિક જગ્યા માટે 20 લાખની લાંચ માંગનારો આસિ. ટીડીઓ ઝડપાયો