Godhara News/ ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો

ગોધરામાં ACBની સફળ કામગીરી. ગોધરાના મહીસાગર જીલ્લામાં બહુમાળી મકાનમાં ફલેટનું વેચાણ કરવા લાંચ લેવામાં આવતા કારસ્તાનનો પર્દાફાશ થયો.

Gujarat Others
Cricket Tutorials YouTube Thumbnail 41 2 ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો

Godhara News: ગોધરામાં ACBની સફળ કામગીરી. ગોધરાના મહીસાગર જીલ્લામાં બહુમાળી મકાનમાં ફલેટનું વેચાણ કરવા લાંચ લેવામાં આવતા કારસ્તાનનો પર્દાફાશ થયો. બાતમીના આધારે ACB ફલેટના વેચાણમાં થતી ગેરરીતિ પકડવા સફળ ટ્રેપ કરી આરોપી બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડની અટકાયત કરી.

પ્રાપ્ત વિગત મુજબ મહીસાગર જીલ્લામાં ફલેટના વેચાણમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું. એક જાગૃત નાગરિક દ્વારા આ મામલામાં ફરિયાદ કરાતા સમગ્ર કાંડનો પર્દાફાશ કરવા અધિકારીઓએ છટકું ગોઠવ્યું. જાગૃત નાગરિકની ફરિયાદ મુજબ તેમના બહુમાળી મકાનમાં આવેલ ફલેટનુ વેચાણ કર્યું હતું જેને મંજૂર કરવા આક્ષેપિતે બાબુભાઈએ રૂપિયા 15,000ની માંગણી કરી હતી. ફરિયાદી જાગૃત નાગરિકે બાબુભાઈને માંગણી પર પ્રારંભમાં રૂ. 7000ની ચૂકવણી કરી હતી. જેના બાદ તેમની નોંધ મંજૂર થઈ હતી. જો કે ત્યાર બાદ ફરીયાદીના કાકાની છોકરીઓએ દુકાનની ખરીદી કરી હતી અને આ ખરિદ કરેલ દુકાનની નોધ પડાવવા આક્ષેપિતે બાબુભાઈએ રૂ.૨૫૦૦/- લઇ કાચી નોધ પાડી આપી હતી. અને દુકાનની પાકી નોધ થોડા દિવસ પછી કરી આપીશ તેમ જણાવ્યું હતું.

આક્ષેપિતે બાબુભાઈએ રૂપિયા લેવા છતાં પણ પાકી નોધ ના આપતા તેમની ઓફિસ ગયા હતા. ત્યારે બાબુભાઈએ કહ્યું કે તમારા બહુમાળી બાંધકામમાં ફલેટના વેચાણમાં 15000 માંથી 8000 રૂપિયા બાકી છે. આથી જો પાકી નોંધ જોઈતી હોય તો બાકીના 8000 રૂપિયા આપી દો. આમ, બાબુભાઈએ ફલેટના વેચાણમાં નોંધ મંજૂર કરવા જેવા કામમાં લાંચની માંગણી કરી હતી. અને ફરિયાદીએ તે માંગણી પૂર્ણરીતે ના સંતોષતા તેમના સંબંધીના કામમાં વિક્ષેપ પેદા કરી હેરાન કર્યા હતા. અને પાકી નોંધ મેળવવા લાંચના બાકી રૂપિયા આપવા દબાણ કર્યું હતું. લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૮,૦૦૦/- ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-૧ ની હાજરીમા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. મહીસાગર એ.સી.બી. પો.સ્ટેશનના અધિકારી એમ.એમ.તેજોત દ્વારા લાંચ લેનાર અધિકારીને સફળતાપૂર્વક ટ્રેપ કરી અટકાયત કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ

આ પણ વાંચો: પાટડી શહેરમાં ૩૯મો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રાની પૂરજોશમાં તૈયારી

આ પણ વાંચો: સુરતમાં 46 બાળકોને LC આપી દેવાતા વાલીઓમાં રોષ