@પ્રિયકાંત ચાવડા
Surendranagar News: સુરેન્દ્રનગર Surendrangar જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી શહેરમાં ૩૯મા જન્માષ્ટમી Janmashtmi Celebration મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પાટડી નગર કેસરિયો રૂપ આપવામાં આવી રહ્યું છે. નગરના જાહેર માર્ગો પર ધજા લહેરાવવામા આવી રહી છે. પાટડી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જન્માષ્ટમીના દિવસે નગરના જાહેર માર્ગો પર જન્માષ્ટમી રથયાત્રા નીકળવા જનાર છે. આ વખતે શ્રીકૃષ્ણના રથનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા રથ પર શ્રીકૃષ્ણ બિરાજમાન થશે તથા જન્માષ્ટમીની યાત્રામાં ધમાલ નૃત્ય, સહિત વિવિધ ટેબલો આકર્ષણ જમાવશે તેમ બજરંગ દળના આકાશ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદના કાનાભાઈએ વધુમાં જણાવ્યું કે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં ૧૫મી ઓગસ્ટથી વિવિધ શાળાઓમાં વકૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.પાટડી શહેરના લોકો આતુરતાથી જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રાની રાહ જોઈ રહ્યા છે ત્યારે પાટડી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકો રથ યાત્રાની તૈયારીને આખરીઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે
આ પણ વાંચો: સુરતમાં 46 બાળકોને LC આપી દેવાતા વાલીઓમાં રોષ
