Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં થોડા દિવસોના બફારા બાદ વરસાદ (Rain)નું પુનઃઆગમન થયું છે. હાલમાં શહેરમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો. શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં વરસાદ પણ અલગ-અલગ જોવા મળ્યો. નારણપુરા અને નવરંગપુરામાં મધ્યમ વરસાદ છે તો વસ્ત્રાપુર અને બોપલ જેવા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે શરૂઆતમાં હળવા વરસાદ બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદનું અચાનક આગમન થતા શાળા અને ઓફિસ જતા લોકોને મુશ્કેલી પડી. રાજ્યના વરસાદને લઈને હવામાન નિષ્ણાતે આગાહી કરી. આગામી દિવસોમાં પણ રાજ્યમાં અનેક સ્થાનો પર ભારે વરસાદ જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ભારે હલચલ થશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે સક્રિય થતા રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોને અસર થશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલમાં બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં આગામી 24 અને 25 ઓગસ્ટ ભારે રહેશે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક સ્થાનો પર ભારે વરસાદનું જોર રહેશે. આગામી એક સપ્તાહ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું વાતાવરણ રહેશે. અત્યારે અમદાવાદમાં હળવો વરસાદ પડી રહ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી નાગરિકો બફારાથી ત્રાહિમામ થયા હતા. આજે હળવા વરસાદે લોકોને બફારામાંથી રાહત આપી છે. વરસાદના આગમનથી લોકો ખુશ થયા છે તો ખાસ કરીને ખાવાના શોખીનો આજે દાળવડા અને ભજીયાની લારી પર ઉમટી પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ જોવા મળશે વરસાદી માહોલ
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
