Not Set/ ક્રિષ્ના સ્કુલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા ખળભળાટ,બોમ્બનો ધડાકો કરી કરાયો ડિફ્યુઝ

રાજકોટ, રાજકોટ ઉપલેટાની ક્રિષ્ના સ્કુલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બોમ્બ મળી આવતા રાજકોટ પોલીસ તેમજ બોમ્બ સ્કોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોમ્બને ડિફ્યુઝ કરવા તેને સલામતી સ્થળે ખસેડી બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે સ્કુલમાં ચાર દિવસ પહેલા એક કુરિયર આવ્યું હતું. જેમાં આ પાર્સલ બોમ્બ મળી […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટ ઉપલેટાની ક્રિષ્ના સ્કુલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બોમ્બ મળી આવતા રાજકોટ પોલીસ તેમજ બોમ્બ સ્કોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોમ્બને ડિફ્યુઝ કરવા તેને સલામતી સ્થળે ખસેડી બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે સ્કુલમાં ચાર દિવસ પહેલા એક કુરિયર આવ્યું હતું. જેમાં આ પાર્સલ બોમ્બ મળી આવ્યો હતો. બોમ્બ વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવ્યો હતો જેના કારણે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર શંકા સેવાઈ રહી છે.

ઉપલેટાની એક શાળામાં પાર્સલ બૉમ્બ હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે સ્થાનિક પોલીસ ઉપરાંત ખુદ જિલ્લા પોલીસ વડા, બૉમ્બ સ્કવોડ, FSL, આર.આર.સેલ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી ગયો હતો.

બૉમ્બ સ્કવોડ દ્વારા તાત્કાલિક આ બૉમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. આ બૉમ્બ વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવ્યો હોવાનું જણાતા આ મામલે વિદ્યાર્થી ઉપર આશંકા સેવાઇ રહી છે. હાલ આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.

ગત સાંજે પોરબંદર રોડ પરની ક્રિષ્ના સ્કૂલમાં કુરિયર દ્વારા એક પાર્સલ મળ્યું હતું. આ પાર્સલ ખોલતા તેમાં કશુંક અજુગતુ હોવાનું જણાતા સંચાલકોએ પોલીસમાં જાણ કરી હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બૉમ્બ સ્કવોડનો કાફલો દોડી ગયા હતા અને આ પાર્સલમાં રહેલો બૉમ્બ સમયસર ડિફ્યુઝ કરાતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવેલા આ બૉમ્બ અંગે વિદ્યાર્થી ઉપર પણ આશંકા સેવાઇ રહી છે. શંકાસ્પદ જણાતા આ બનાવમાં પોલીસ દ્વારા ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ જણાવ્યું હતું કે, આ પાર્સલ બૉમ્બમાંથી શક્તિશાળી ગણાતો સુપર પાવર 90 નામનો પદાર્થ મળી આવ્યો છે. રાજકોટ રૂરલ અને BDS (બૉમ્બ ડિપોઝીબલ) ટીમ દ્વારા બૉમ્બને બ્લાસ્ટ કરીને ડિફ્યુઝ કરવામાં આવ્યો છે. અને આ મામલામાં કોની સંડોવણી છે તે મુદ્દે 4 ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ત્યારે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત જાણી શકાશે.