મુંબઈ
સુપરહિટ ફિલ્મ નમસ્તે લંડનના સાથે પ્રેક્ષકોને મનોરંજન કર્યા પછી દિગ્દર્શક અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સાથે નમસ્તે ઇંગ્લેન્ડ રજૂ કરવા માટે તૈયાર છે, જે સમગ્ર દેશમાં આ શુક્રવારે રિલીઝ થશે. અક્ષય કુમાર અને કેટરીના કૈફની પહેલી એક રોમેન્ટિક કોમડી હતી. જે પંજાબ અને લંડનની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી.
આ અઠવાડિયે રિલીઝ થનારી ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ એક ફ્રેશ વાર્તા છે જેમાં જસમીત અને પરમની જીવનકથા દર્શાવશે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મના બીજા ટ્રેલરમાં પ્રેમ ત્રિકોણના સાથે નવા પાત્રની એન્ટ્રી બતાવવામાં આવી છે.
દિગ્દર્શક અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ સાથે અક્ષય કુમારે અનેક પ્રોજેક્ટ પર કામ કર્યું છે તેઓ નમસ્તે ફ્રેન્ચાઇઝી બીજા ભાગ માટે ખૂબ જ ઉત્સાહિત છે.
https://www.instagram.com/p/Bo6lJomHyFD/?taken-by=akfansgroup
અક્ષય કુમારે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, “હું વિપુલ,અર્જુન અને પરિણીતીને શુભેચ્છાઓ આપું છું. મને આશા છે કે આ ફિલ્મને પણ નમસ્તે લંડન જેટલો જ પ્રેમ અને લાગણી પ્રાપ્ત થશે. ટ્રેલર રોમાંચક લાગી રહ્યું છે અને હું ફિલ્મ જોયા માટે ઉત્સાહિત છું. “
આ જબરદસ્ત મૂવી પંજાબમાં 100 સ્થાનો પર ફિલ્માવવામાં આવી છે, જે પંજાબના લુધિયાણા અને અમૃતસરથી શરૂ થાય છે ત્યારબાદ ઢાકા અને પછી પેરિસથી બ્રસેલ્સ અને અંતે લંડન સુધી. આ ફિલ્મ અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની મુખ્ય જોડીમાં છે.
વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત આ ફિલ્મ પેન ફિલ્મ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા અભિનિત કરનાર “નમસ્તે ઈંગ્લેન્ડ” 18 ઓક્ટોબર, 2018 ના રોજ સમગ્ર દેશમાં રિલીઝ થશે.
