રાજસ્થાન રોયલ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી 20 મી મેચમાં 57 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત કેપ્ટન સ્ટીવ સ્મિથને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સ્મિથને તેની ધીમી ઓવર કરાવવા બદલ 12 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – IPL 2020/ રાજસ્થાનની હારનો ફાયદો પોઇન્ટ ટેબલ પર CSK ને મળ્યો, જુઓ
20 ઓવરનો ક્વોટા સમયસર પૂર્ણ ન કરવા પર સ્મિથને રાજસ્થાન રોયલ્સ દ્વારા સજા કરવામાં આવી હતી. આઈપીએલનાં એક મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, આઇપીએલ 2020 માં આ રાજસ્થાન રોયલ્સની પહેલી ભૂલ છે, તેથી આઇપીએલ આચાર સંહિતા હેઠળ લઘુત્તમ ઓવર-રેટ ભૂલ માટે સ્મિથને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો – MI vs RR/ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેળવી આસાન જીત, લગાવી જીતની હેટ્રીક
આપને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સનાં કેપ્ટન વિરાટ કોહલીને પહેલા ધીમો ઓવર રેટને કારણે 12 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. તે પછી દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન શ્રેયશ ઐયર પણ ધીમા ઓવર રેટ માટે દોષી સાબિત થયા હતા અને તેને 12 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જો આમાંથી કોઈ પણ કેપ્ટન આ સિઝનમાં ફરીથી ધીમો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેના પર એક મેચ માટે પ્રતિબંધ લગાવી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
