બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ અભિનેત્રી એલી અવરામે હાલમાં જ બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. એલી અવરામે કાસ્ટિંગ કાઉચ વિશે એવી વાતો જણાવી છે કે જેનાથી દરેક આશ્ચર્યચકિત થઇ ગયા છે. બોડી શેમિંગની સાથે, બોલિવૂડમાં પણ ઘણા લોકોએ તેની ઓછી ઉંચાઇ માટે ટોન્ટ માર્યા હતા. અભિનેત્રી એલી અવરામે કહ્યું કે મને કહેવામાં આવ્યું કે મારે મારું વજન ઓછું કરવાની જરૂર છે. તેણે કહ્યું કે હું નાની છું અને મારા કપાળ અને દાંતને લઇને પણ મને કહેવામાં આવ્યુ હતુ.

બોલિવૂડ સાથે સંકળાયેલી એક છોકરીએ મને કહ્યું કે ઓહ! સ્વીટહાર્ટ તમે ક્યારેય અભિનેત્રી બની નહી શકો કારણ કે તમે હજુ નાના છો. મેં તેઓની વાત ક્યારે ન સાંભળવાનું નક્કી કર્યું છે. માત્ર બે મહિના ભારતમાં રહ્યા બાદ, મને સમજાયું કે હું તે ક્યારે મેળવી શકીશ નહીં. એલી અવરામે વધુમાં કહ્યું કે કેટલાક લોકોએ વિચાર્યું કે મારા લાંબા વાળને લીધે હું આંટી જેવી જ લાગું છું.

એટલું જ નહીં, એલી અવરામને બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચથી પણ પસાર થવું પડ્યું. તેઓએ કહ્યું કે હું કેટલીક મીટિંગ્સ માટે ગઇ. હું બે ડિરેક્ટરને મળી જેણે મારી સાથે હાથ મિલાવ્યો અને મારો હાથ એવી રીતે દબાવ્યો કે મારી આંગળી પણ છોલાઇ ગઈ. તે એક મુલાકાત બાદ જ્યારે મેં મારા મિત્રને આ વિશે પૂછ્યું, ત્યારે તે ચોંકી ગયો અને તેણે કહ્યું ઓહ! નો, શું તેણે કર્યું? શું તમે જાણો છો આનો અર્થ શું છે? મને ખબર નહોતી અને તેણે મને કહ્યું કે તે મારી સાથે સુવા માંગતો હતો.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
