કોમેડી સીરીયલ ભાભીજી ઘર પર હૈ નાં અંગૂરીભાભીને તો તમે સારી રીતે જાણતા હશો. જેમને તમે સહી પકડે હૈ તરીકે પણ જાણો છો. આ સીરીયલ કોમેડીથી ભરપૂર છે, જેનુ એક પાત્ર અંગૂરીભાભી લોકોનું સૌથી ફેવરીટ છે. ત્યારે સીરીયલમાં દેખાતી ભોળી ભાભી અસલ જિંદગીમાં કઇક અલગ જ દેખાય છે. રીલમાં જે ભાભી તમને સાડી પહેરેલી જોવા મળે છે તે રીઅલ લાઇફમાં વેસ્ટર્ન ડ્રેસ પહેરતી જોવા મળે છે.

ટીવીનો પારિવારિક કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં અંગૂરી ભાભીનો કિરદાર નિભાવી રહેલી અભિનેત્રી શુભાંગી અત્રે આજે ફેમસ બની ગઈ છે. સીરિયલમાં શુભાંગી જે અંદાજમાં ડાયલોગ બોલે છે તે દર્શકોને ખુબ પસંદ આવે છે. આ કિરદાર દ્વારા શુભાંગીનીની ફૈન ફોલોઇંગ પણ ખુબ વધી ગઈ છે.

અંગૂરી ભાભીનાં કિરદારમાં શુભાંગી સાડી પહેરીને એકદમ સંસ્કારી વહુ જેવી દેખાય છે પણ અસલ જીવનમાં તે એકદમ હોટ અને ગ્લેમરસ છે. આજે અમે તમને શુભાંગીની તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે.

શુભાંગી ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહી છે. શુભાંગીનું એકાઉન્ટ તેની ગ્લેમરસ તસ્વીરોથી હંમેશા ભરેલુ રહે છે.

જે રીતે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી સૌ લોકોનાં ફેવરિટ એક્ટ્રેસ હતા તેવી જ રીતે અંગૂરીભાભી પણ આઝે લોકોની દિલોમાં રાજ કરે છે. આ પાત્ર આજે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે.

શુભાંગી અત્રે ટીવીની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. ઇંદોરની રહેનારી શુભાંગીએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. જેમાં તે સૌથી પહેલા એક શેમ્પુની જાહેરાતમાં જોવા મળી હતી.
![]()
શુભાંગીએ એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી ઝીંદગી કી’ દ્વારા ટીવી દુનિયામાં એન્ટ્રી લીધી હતી જેના પછી તે ‘કસ્તુરી’ સિરિયલમાં જોવા મળી હતી, જેમાં તે મુખ્ય રોલમાં હતી.

આ સિવાય શુભાંગી કોમેડી શો ‘ચીડિયાઘર’માં પણ જોવા મળી હતી પણ તેને આજે ‘ભાભજી ઘર પર હૈ’ માટે વધારે પસંદ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે શુભાંગીનાં પહેલા બિગ બોસ-11 ની વિજેતા શિલ્પા સિંદે અંગુરી ભાભીના કિરદારમાં જોવા મળતી હતી. પણ તેના શો થી બહાર ગયા પછી શુભાંગીએ તેની જગ્યા લઇ લીધી અને તેને દર્શકોએ અંગુરી ભાભીના સ્વરૂપે ખુબ પસંદ પણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
