NEPAL/ PM ઓલીએ કેબિનેટમાં ફેરફાર કરીને ધીમેથી ભારતને આપ્યો આવો સંદેશ…

નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ બુધવારે નેપાળનાં મંત્રીમંડળમાં ફેરબદલ કરીને તેમના સૌથી વિશ્વાસપાત્ર અને દેશના નાયબ વડા પ્રધાન ઇશ્વર પોખરીયલને સંરક્ષણ પ્રધાન પદ પરથી હટાવી દીધા

Uncategorized

નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ બુધવારે નેપાળનાં મંત્રીમંડળમાં ફેરબદલ કરીને તેમના સૌથી વિશ્વાસપાત્ર અને દેશના નાયબ વડા પ્રધાન ઇશ્વર પોખરીયલને સંરક્ષણ પ્રધાન પદ પરથી હટાવી દીધા. આખા મામલાથી વાકેફ સ્ત્રોતે આ વાત જણાવી છે કે, ઓલીનું આ પગલું ભારત સાથેના સંબંધોને સુધારવાના પ્રયત્નો સાથે જોડવામાં આવી રહ્યું છે.

સંરક્ષણ પ્રધાન તરીકે, ઈશ્વર પોખરીયલ પીએમ ઓલીના પ્રધાનમંડળમાં ભારતના સૌથી મોટા વિવેચકોમાંના એક રહ્યા છે. ભારત સાથેના સરહદ વિવાદની વચ્ચે ઈશ્વર પોખરેલે નેપાળી સેનાના વડાને બળજબરીથી કલાપાણી મોકલી દીધા હતા, જ્યારે નેપાળી સેના સ્પષ્ટ પણે માને છે કે ભારત સાથે સેનાની કે રાજકીય વિવાદમાં સેનાને ખેંચવી ન જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….