મુંબઇ
ફિલ્મ ‘બધાઈ હો’ની ટીમ ગર્ભવતી સ્ત્રીઓ માટે એક ખાસ કાર્યક્રમ કરવા જઇ રહી છે. બધાઇ હોનો એક્ટર આયુષ્માન ખુરાના અને નિર્માતા કુલ 50 મહિલાઓ માટે 10 ઓક્ટોમ્બર એટલે કે આજે એક ગોદ ભરાઈ પાર્ટી આપી રહ્યા છે.
આ પાર્ટી ફિલ્મના પ્રમોશનનો એક ભાગ હશે.બધાઇ હો ફિલ્મ નવા વિષયને લઇને રજુ થઇ છે,જેમાં મોટી ઉંમરના દંપત્તિને બાળક અવતરવાનું છે જેને લઇને તેમના કુટુંબમાં કેવો ખળભળાટ મચે છે તેના વિશે જણાવ્યું છે.
ફિલ્મમાં ગર્ભવતી સ્ત્રીની ભૂમિકા નિભાવી રહેલ નીના ગુપ્તા પણ આ પાર્ટીમાં જોવા મળશે. નીનાએ કહ્યું કે માતૃત્વનો અનુભવ કરનાર કોઈ પણ મહિલા માટે આ ક્ષણ ખુબ જ ખાસ હોય છે. મારા નિકટના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ ‘સારા સમાચાર’ની ઉજવણી કરવી તેનેથી સારી વાત શું હોય શકે છે.
Celebrate your good news with our family! 🙂 Hope to see you all there! DM @badhaaihofilm for further details. #BadhaaiHo @sanyamalhotra07 @raogajraj @Neenagupta001 @iAmitRSharma @JungleePictures @ChromePictures pic.twitter.com/kvxIvrIU0Q
— Ayushmann Khurrana (@ayushmannk) October 8, 2018
અમિત રવીન્દ્રનાથ શર્મા નિર્દેશિત આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા સિવાય સાન્યા મલ્હોત્રા પણ જોવા મળી રહી છે. મુવી આ મહિનાની 19 તારીખે રિલીઝ કરવામાં આવી રહી છે.
