Not Set/ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમારની હિરોઈન થઇ ફાઈનલ!

મુંબઇ, સિમ્બા રોહિત શેટ્ટીની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ છે અને રોહિતે આ ફિલ્મની અંતમાં તેમની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ની ઝલક પણ બતાવી દીધી હતી જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે. રોહિતની ફિલ્મનો હીરો તો તરત જ પસંદ કરે છે, પરંતુ હિરોઈન પસંદ કરવામાં તેમને ઘણીવાર લાગે છે. સિમ્બામાં પણ સારા અલી ખાનની […]

Uncategorized

મુંબઇ,

સિમ્બા રોહિત શેટ્ટીની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ છે અને રોહિતે આ ફિલ્મની અંતમાં તેમની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ની ઝલક પણ બતાવી દીધી હતી જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે.

રોહિતની ફિલ્મનો હીરો તો તરત જ પસંદ કરે છે, પરંતુ હિરોઈન પસંદ કરવામાં તેમને ઘણીવાર લાગે છે. સિમ્બામાં પણ સારા અલી ખાનની એન્ટ્રી ખૂબ મોડી થઈ હતી.

‘સૂર્યવંશી’ના માટે કેટરીના કૈફનું નામ ચર્ચામાં ચાલ્યું હતું, પરંતુ પાછળથી રોહિતે આ વાતનું ખંડન કર્યું કે કેટરીનાને લઈને કોઈ વાત થઇ નથી.

Image result for katrina kaif

હવે સમાચાર છે કે જેકલીન ફર્નાન્ડીસના નામ પર વિચારણા થઈ રહી છે. જો ડેટ્સ ઉપલબ્ધ થઇ જાય છે તો જેકલીન ફર્નાન્ડીસ આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળી શકે છે. અક્ષય અને જેકલીન ‘બ્રધર્સ’ માં સાથે કામ કરી ચુક્યા છે.

Image result for jacqueline fernandez

સૂત્રો અનુસાર, કરીના કપૂર ખાને પણ આ ફિલ્મની ઓફર થઈ છે, પરંતુ તેઓએ જવાબ આપ્યો નથી. કરીના કપૂર અને રોહિત સાથે કેટલીક ફિલ્મો કરી ચુક્યા છે.

Related image