Not Set/ સુશાંત કેસમાં કેમ રિયા ચક્રવર્તીએ ખખડાવ્યો SCનો દરવાજો, વકીલે જણાવ્યું કારણ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં અભિનેતાના પિતા કે.કે.સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર નોંધાયા પછી, પટના પોલીસ તપાસ માટે મુંબઈ પહોંચી હતી અને અનેક લોકોના નિવેદનો નોંધ્યા હતા. જ્યારે, રિયાએ બિહારમાં ચાલી રહેલા કેસની તપાસ મુંબઇમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે આ મામલે રિયાના વકીલનું નિવેદન બહાર આવ્યું […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં અભિનેતાના પિતા કે.કે.સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર નોંધાયા પછી, પટના પોલીસ તપાસ માટે મુંબઈ પહોંચી હતી અને અનેક લોકોના નિવેદનો નોંધ્યા હતા. જ્યારે, રિયાએ બિહારમાં ચાલી રહેલા કેસની તપાસ મુંબઇમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે આ મામલે રિયાના વકીલનું નિવેદન બહાર આવ્યું છે.

રિયાના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે સુશાંત સિંહ કેસની કાયદેસર રીતે તપાસ કરવાનો બિહાર પોલીસને અધિકાર નથી, તેથી રિયાએ સુપ્રીમ કોર્ટની માંગ કરી છે કે બિહારમાં ચાલી રહેલા કેસની તપાસ મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવે.

તેમણે કહ્યું, ‘રિયા ચક્રવર્તી મુંબઇમાં રહે છે અને 14 જૂને તે મુંબઈમાં હતી. તેમને સુશાંતના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની મંજૂરી નહોતી કારણ કે તેમાં હાજરી આપનારા 20 લોકોની યાદીમાં તેમનું નામ નહતું. 18 જૂનના રોજ રિયાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું. ત્યારબાદ તેણે 17 જુલાઈએ સાન્ટા ક્રુઝ પોલીસ સ્ટેશનમાં પૂરક નિવેદન નોંધ્યું હતું. આ પછી, પટનામાં રિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ બિહાર પોલીસ તપાસ માટે મુંબઈ આવી ત્યારે રિયાએ સુપ્રીમ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવા અપીલ કરી હતી.

રિયાના વકીલે એમ પણ કહ્યું કે અભિનેત્રી તેની તપાસમાં મુંબઈ પોલીસને સંપૂર્ણ મદદ કરી રહી છે. જ્યારે પણ રિયાને બોલાવવા આવી છે ત્યારે તે ત્યાં પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.