Not Set/ NRC થી બચવા રાખી સાવંતે આપી આ સલાહ, ફટાફટ બેન્કમાંથી લઇ લો લોન

નાગરિકતા સુધારો કાયદો અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝનશિપને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીનું શાહીન બાગ હોય કે યુપીનું લખનઉ અથવા હોય દક્ષિણ ભારતનું કેરળ રાજ્ય, દરેક જગ્યાએ લોકો નાગરિકતા સુધારા અધિનિયમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેને લઇને બોલિવૂડ અભિનેત્રી અને આઈટમ ગર્લ રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે. તેમણે રાષ્ટ્રીય […]

Uncategorized

નાગરિકતા સુધારો કાયદો અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝનશિપને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીનું શાહીન બાગ હોય કે યુપીનું લખનઉ અથવા હોય દક્ષિણ ભારતનું કેરળ રાજ્ય, દરેક જગ્યાએ લોકો નાગરિકતા સુધારા અધિનિયમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેને લઇને બોલિવૂડ અભિનેત્રી અને આઈટમ ગર્લ રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે. તેમણે રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી હેઠળ તેમની નાગરિકતા સાબિત ન કરી શકે તેવા લોકોને એક સલાહ આપી છે. આ સલાહ માટે, અભિનેત્રીએ વીડિયો શેર કરી દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

રાખી સાવંતે તેના વીડિયોમાં લોકોને નાગરિકતા સુધારો અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી અંગે સલાહ આપતા કહ્યું, “મારી પાસે એક સૂચન છે, અને તેનો ઉપાય પણ છે. જે લોકો સીએએ અને એનઆરસીથી ડરતા હોય અને લાગે છે કે તેના પરિવારે તેમના માટે પ્રમાણપત્ર રાખ્યું નથી, તો તમે શા માટે ચિંતા કરો છો. જો તમારી પાસે જુના કાગળો ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે બધા ભારતમાં જ રહો અને મોટી લોન લઇ લો. પછી બેન્ક જ સાબિત કરશે કે તમે હિન્દુસ્તાની છો, ચિંતા કરવાની કંઈ વાત નથી મિત્રો.”

https://www.instagram.com/p/B73fBjrBt3X/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે, રાખી સાવંતની આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બની રહી છે, સાથે જ લોકો તેના પર કડક ટિપ્પણી પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રાખી સાવંતે બોલિવૂડની ઘણી ફિલ્મો તેમજ ટેલિવિઝન શો માં કામ કર્યું છે. તેની ઘણી ફિલ્મો આગામી દિવસોમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ‘વિગ બોસ’, ‘અબ હોગા ઇંસાફ’ જેવી આગામી ફિલ્મ્સમાં તે જોવા મળશે. તાજેતરમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે રાખી સાવંત કાશ્મીરી પંડિતો પર આધારિત ફિલ્મ ‘આર્ટિકલ 370’ માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.