મુંબઇ,
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનની ફેન ફોલોઈંગ દિવસને દિવસે વધી રહી છે. અભિનેત્રી સારા અલી ખાન ઘણીવાર કહી ચુકી છે કે તેને કાર્તિક આર્યન પર ક્રશ છે. આ સિવાય, તેમના પ્રેક્ષકો પણ તેમને ખૂબ પ્રેમ કરે છે. શનિવારે ટ્વીટર પર મિસેજ કાર્તિક આર્યન બનેલી એક છોકરી સાથેની તેમની જબરદસ્ત કોન્વરસેશન સામે આવી.
બન્યું એવું કે કાર્તિક આર્યન શનિવારે #AskKartik સેશન દરમિયાન ચાહકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન, એક છોકરીએ તેની મિત્રને ટેગ કરતા ટ્વિટ કર્યું કે જીજુ ને કહેજે કે મને રીપ્લાઇ કરે નહીં તો જમીશ નહીં આજે. છોકરીનું ટ્વિટર નામ પણ મિસેજ શિરીન કાર્તિક આર્યન છે.
❤️❤️❤️#AskKartik https://t.co/rvmMGqJQEs
— Kartik Aaryan (@TheAaryanKartik) February 2, 2019
છોકરીની સહેલી પણ આના જવાબમાં કાર્તિક આર્યનને ટ્વીટ કરી દીધું કે જીજુ શિરીનને જવાબ આપો અહીં તો એ ભૂખ હડતાલ પર જતી રહેશે.

મજા તો ત્યારે આવી જયારે કાર્તિક આર્યને જવાબ આપતો કે ‘અજી સાંભળો છો.. પ્લીઝ જમવાનું જમી લો.

કાર્તિક આર્યને સહેલીને પણ જવાબ આપ્યો કે મેં રીપ્લાઇ કરી દીધો છે.

ટ્વિટર પર ચાહકોએ કાર્તિકને ઘણા સવાલ કર્યા. જેના જવાબ પણ કાર્તિકે આપ્યા. એક ચાહકે કાર્તિકને પૂછ્યું કે સારા અલી ખાન અને અનન્યા પાંડેમાં તેમની ફેવરેટ કોણ છે? આના પર, કાર્તિકે પ્રતિક્રિયા આપી કે, જેનો હું ફેવરીટ છું
